તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:1 મહિનામાં શહેરના 250 ઘાયલ પશુ, પક્ષીઓને સારવાર અપાઇ

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પશુની સારવાર કરતા તબિબ - Divya Bhaskar
પશુની સારવાર કરતા તબિબ
 • રાજ્ય સરકારની 1962 કરુણા હેલ્પલાઇનની કામગીરી

રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પશુ, પક્ષીઓ માટે 1962 કરુણા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેમાં ઘાયલ પશુ, પક્ષીની સ્થળ પર જઇ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આ લોકડાઉનમાં પણ એમ્બ્યુલન્સની કામગીરી શરૂ રહી હતી અને અનેક પશુ, પક્ષીને સારવાર આપવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં એક જ એમ્બ્યુલન્સ છે જેના દ્વારા જૂનાગઢ શહેરમાં પશુ, પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. 

સરકારની કરુણા હેલ્પલાઇનને લઈને અનેક ઘાયલ પક્ષીઓને નવું જીવતદાન
એમ્બ્યુલન્સના ડો.સંજય કુમારે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં પણ પશુ, પક્ષીના ઘાયલ થવાના પણ ફોન આવ્યા છે અને જેને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે. એપ્રિલ મહિનામાં 250 જેટલા પશુ, પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. લોકડાઉન વચ્ચે પણ કામગીરી શરૂ રહી હતી. સરકારની કરુણા હેલ્પલાઇનને લઈને અનેક ઘાયલ પક્ષીઓને નવું જીવતદાન મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો