તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેમીલી કોર્ટનો ચુકાદો:ભરણપોષણની રકમ ન ચૂકવનાર પતિને કેદની સજા

જૂનાગઢ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટના પતિના ત્રાસથી જૂનાગઢની દિકરી પિયર આવી હતી
 • 1 કેસમાં 2 વર્ષ, 1 માસ પંદર દિ, બીજા કેસમાં 1 વર્ષની સજા

ભરણ પોષણની રકમ ન ચૂકવનાર પતિને 2 અલગ અલગ ગુનામાં સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢની રહિશ સ્ત્રીના લગ્ન રાજકોટના દિલીપકુમાર લાલચંદ છાબરીયા સાથે થયા હતા. લગ્નજીવનથી પુત્રનો જન્મ થયો હતો. બાદમાં પતિ અને તેના કુટુંબીજનો દ્વારા ત્રાસ ગુજારાતા પરિણીતા પિયર જૂનાગઢ આવી ગઇ હતી. ત્યાર બાદ એડવોકેટ અજય જોબનપુત્રા દ્વારા ફેમીલી કોર્ટમાં ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં ફેમીલી કોર્ટે દર માસે 4,500 ચૂકવવા હુકમ કર્યો હતો. જોકે, દિલીપ છાબરીયાએ ભરણપોષણની 1,06,750ની રકમ ન ચૂકવી કોર્ટમાં પણ સતત ગેરહાજર રહ્યા હતા. બાદમાં પ્રિન્સીપલ ફેમીલી કોર્ટના જજ એન. કે. પરીખે દિલીપ છાબરીયાને 2 વર્ષ, 1 માસ અને પંદર દિવસની સાદી કેદની સજા તેમજ ભરણ પોષણની રકમ ન ભરતા 1 વર્ષની સાદી કેદની સજા ફરમાવેલ છે. જ્યારે રાજકોટના પોલીસ કમિશ્નર, જિલ્લા અધિક્ષકને આદેશ કરાયો છે કે, દિલીપ છાબરીયાની અટક કરી કોર્ટમાં રિપોર્ટ કરવો. જ્યારે વોરંટની બજવણી ન થાય તો પીએસઆઇએ જૂનાગઢ ફેમીલી કોર્ટમાં 2 એપ્રિલે હાજર રહેવું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો