મેઘમહેર:સતત બીજા દિવસે જળાભિષેક,1 ઇંચ

જૂનાગઢ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગિરનારના જંગલમાં પણ મેઘરાજાએ જમાવટ કરી હતી, સિઝનનો કુલ વરસાદ 78.46 ટકા થયો

જૂનાગઢમાં ગુરૂવારે 2 કલાકમાં 2.5 ઇંચ હેત વરસાવ્યા બાદ સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી હતી. શુક્રવારે પણ 1 ઇંચ વરસાદ પડતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શહેરની સાથે ગિરનારના જંગલમાં પણ મેઘરાજાએ ભારે જમાવટ કરી હતી. આ સાથે જૂનાગઢ શહેરમાં સિઝનનો કુલ વરસાદ 78.46 ટકા થયો છે. હજુ પણ મેઘાવી માહોલ હોય વરસાદ જોર પડકશે તેમ જણાઇ રહ્યું છે.

આ અંગે મળતી વિગત થોડા દિવસોના વિરામ-વરાપ બાદ ગુરૂવારે શહેરમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. ગુરૂવારે માત્ર 2 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ થતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. દરમિયાન સતત બીજા દિવસ- શુક્રવારે પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને હળવા ઝાપટાં સ્વરૂપે મેઘ વરસી રહ્યો હતો.

ખાસ કરીને બપોરના 12 થી 2 અને 2 થી 4 તેમજ સાંજના 6 થી 8 સુધીમાં જૂનાગઢમાં વધુ 1 ઇંચ વરસાદ વરસી પડ્યો હતો. વરસાદના પગલે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પરિણામે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન દિવસભર મેઘાવી માહોલ જોવા મળ્યો હતો જેથી હજુ પણ મેઘરાજા તૂટી પડે તેમ જણાઇ રહ્યું છે. આ સાથે જૂનાગઢ શહેરનો સિઝનનો કુલ વરસાદ 78.46 ટકાએ પહોંચ્યો છે. તસવીર: મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...