સરાહનીય કામગીરી:ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2021માં 181 હેલ્પલાઈન સેવા મારફતે 591 જેટલી મહિલાઓને ત્વરીત સહાય કરાઈ

વેરાવળ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 372 કેસોમાં આગેવાનો-કુટુંબના સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ પર સમસ્યાનું સમાધાન કરાવ્યું
  • મહિલા હેલ્પલાઈનના સ્ટાફને 2021ના સમગ્ર વર્ષમાં 2685 જેટલા કોલ આવ્યા
  • 2091 જેટલા કોલમાં ટેલિફોનિક પરામર્શ કરી સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું

ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત 181 મહિલા હેલ્પલાઈન સેવા દ્વારા વર્ષ 2021માં 591 જેટલી જરૂરીયાતમંદ મહિલાઓને ત્વરિત સહાયતા પહોંચાડવામાં આવી છે. જ્યારે 372 જેટલા કેસોમાં આગેવાનો અને કુટુંબના સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ પર મહિલાઓની સમસ્યાનું સમાધાન કરાવવાની ઉત્કૃષ્ઠ ફરજ બજાવવામાં આવી છે.

છેલ્લા થોડા વર્ષોથી સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત 181 મહિલા હેલ્પલાઈન મહિલાઓને જરૂરીયાત સમયે પડખે ઉભી મદદ કરી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2021 દરમ્યાન 181 હેલ્પલાઇન સેવાની કામગીરી અંગે પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લામાં 591 જેટલી જરૂરીયાતમંદ મહિલાઓએ માંગેલી મદદ સેવાના સ્ટાફ દ્વારા ત્વરિત પહોંચાડવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાની 181 મહિલા હેલ્પલાઈનના સ્ટાફને 2021ના સમગ્ર વર્ષમાં 2685 જેટલા કોલ આવ્યા હતા. જેમાં સલાહ, સુચન સાથે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે આ ટોટલ કોલમાંથી 2091 જેટલા કોલમાં ટેલિફોનિક પરામર્શ કરી મહિલાઓની સમસ્યાનું સમાધાન કરી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

591 જેટલી મહિલાઓની સમસ્યાને ધ્યાને લઈ રેસ્ક્યુ વાન સાથે જે તે સ્થળ પર દોડી જઈ સ્ટાફે મદદ કરી હતી. 372 જેટલા કેસમાં આગેવાનો અને કુટુંબના સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ પર જ મહિલાઓની સમસ્યાનું સમાધાન કરાવવામાં આવ્યું હતુ અને 188 જેટલા કેસોમાં મહિલાઓની ગંભીર સમસ્યાને ધ્યાને લઈ અન્ય સંસ્થા-વિભાગ સુધી કાર્યવાહી માટે લઈ જઈ પોલીસ ફરિયાદ કરાવવામાં મદદરૂપ બન્યા હતા. જેથી પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ગ, આશ્રયગૃહ, સગાસંબંધી, કુટુંબ સલાહ કેન્દ્ર, નારી અદાલત, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, વગેરેએ પણ કામગીરી કરી અસરકારક ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...