તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વેરાવળ નજીક બાયોડીઝલના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ, CID ક્રાઈમની ટીમે 6 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

વેરાવળ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દરોડો

ગીર સોમનાથ જીલ્‍લામાં ગેરકાયદેસર રીતે વેંચાણ થઇ રહેલા બાયો ડીઝલના રેકેટનો ગાંઘીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમએ દરોડો પાડી ભાંડાફોડ કરી 8 હજાર લીટર બાયો ડીઝલ સહિત રૂ.6.50 લાખનો મુદામાલ સીઝ કરતા ફફડાટ ફેલાયો છે. જીલ્‍લામાં સ્‍થાનીક પોલીસ અને તંત્રને અંઘારામાં રાખી ગાંઘીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમએ કરેલ કાર્યવાહીથી અઘિકારી વર્ગોમાં હડકંપ જેવો માહોલ પ્રસર્યો છે.

સરકાર દ્રારા બાયો ડીઝલના વેંચાણ પર પ્રતિબંઘ ફરમાવેલ હોવા છતાં સ્‍થાનીક કક્ષાએ ભ્રષ્‍ટ તંત્રના અઘિકારીઓની મીઠી નજર હેઠળ બેરોકટોક બાયો ડીઝલનું વેંચાણ થતુ હોવાની વાતો વારંવાર ઉઠે છે. દરમ્‍યાન ગાંઘીનગર સીઆઇડી ક્રાઇમની ટીમએ દરોડો પાડી ગીર સોમનાથ જીલ્‍લામાં થઇ રહેલ બાયો ડીઝલના વેંચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે.

પ્રાપ્‍ત વિગત મુજબ આજે સવારે જીલ્‍લામાં સુત્રાપાડા રોડ પર લાટી ગામ નજીક અરજણ મેણસી સોલંકીની માલિકીની જગ્‍યામાં બાયો ડીઝલના પંપ પર ગાંઘીનગરની સીઆઇડી ક્રાઇમના પીઆઈ જે.એસ.કંડોરીયાએ ટીમએ દરોડો પાડી તપાસ હાથ ઘરી હતી. જેમાં ગુરૂકૃપા ટ્રેંડર્સ નામે તાંતીવેલા ગામનો પ્રફુલ્લ સામતભાઇ રામ ગેરકાયદેસર બાયો ડીઝલ વેંચાણ કરતો હોવાનું સામે આવ્યું હતુ. સ્‍થળ પર રહેલ 10 હજાર લીટર ક્ષમતાવાળી સીન્‍ટેક્સની બે ટાંકીમાંથી 8 હજાર લીટર બાયો ડિઝલ મળી આવ્યું હતુ. આમ, સ્‍થળ પરથી સીઆઇડી ક્રાઇમની ટીમએ રૂ.6.50 લાખનો મુદામાલ સીઝ કર્યો હતો. આ દરોડોમાં પાછળથી સુત્રાપાડા મામલતદાર આર.એસ.હુણ સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો.

અત્રે નોંઘનીય છે કે, ગીર સોમનાથ જીલ્‍લામાં લાંબો સમયથી બાયો ડીઝલનું બેરોકટોક વેંચાણ જવાબદાર ભ્રષ્‍ટ વિભાગોના અઘિકારીઓની મિઠી નજર હેઠળ થતુ હતુ. સ્‍થાનીક કક્ષાએ આ ગેરકાયદેસર થઇ રહેલ વેંચાણને અટકાવવા માટે કોઇ સઘન પ્રયાસો જવાબદાર વિભાગો કરતુ ન હોવાના લીઘે સ્‍થાનીક પોલીસ સહિત સરકારી જવાબદાર વિભાગોને અંઘારામાં રાખી ગાંઘીનગર સીઆઇડી ક્રાઇમની ટીમએ દરોડો પાડી બાયો ડીઝલના ગેરકાયદેસર રેકટનો ભાંડાફોડ કર્યો હોવાની જાણકારોમાં ચર્ચા થઇ રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...