જૂનાગઢના નવા ધારાસભ્ય સંજય કોરડીયાએ પોતાના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે જણાવ્યુ હતુ કે, આજે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. જેમાં સ્કૂલ-કોલેજ અને ટ્યુશન કલાસ આસપાસ થતી આવારાગીરી અને દીકરીઓને બ્લેકમેઇલ કરવાની પ્રવૃત્તિ અટકાવવા માટે બંને સમયે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. એટલું જ નહીં જો કોઈ આવી પ્રવૃત્તિ કરતું હોય તો તેની ગાડીનો નંબર દેખાય તેમ ફોટો પાડીને મારા મોબાઈલ નંબર 9825082010 ઉપર મોકલી આપશો તો તાત્કાલિક આવી દાદાગીરી બંધ કરાવવામાં આવશે.
જૂનાગઢમાં ચૂંટણી પહેલા વેપારી મંડળોએ લુખ્ખાગીરીથી ત્રાસી જઈને મતદાન બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આ સમયે વેપારીઓને મળવા ગયેલા જે તે સમયના ઉમેદવાર સંજય કોરડીયાએ આજે વેપારીઓને ભયમુક્ત વેપાર કરવા અભય વચન આપ્યું હતું. અને આ મામલે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી લીધી છે.
ક્યાંય કોઈ પરેશાની હોય તો તાત્કાલિક સંપર્ક કરી શકો છો એમ પણ કહ્યું હતું. સાથે તેમણે જણાવ્યું છેકે, વાલીઓ પણ રાખે કે તેમના સંતાનો આવી પ્રવૃતિઓ કરતા હોય તો રોકે નહીંતર કાર્યવાહી થશે. ત્યારે કોઈએ ભલામણનો ફોન પણ કરવો નહીં. આમ જૂનાગઢના નવનિયુક્ત ધારાસભ્ય સંજય કોરડીયા એ સતા ઉપર આવતા જ જનહિતમાં જરૂરી એવા પોતાના તીખા તેવર બતાવ્યા છે.
દિવ્ય ભાસ્કરના અભિયાનનો ધારાસભ્યે પડઘો પાડ્યો
જૂનાગઢમાં ચૂંટણી પહેલાં ભવનાથ તેમજ માંગનાથ રોડ પર લુખ્ખાગીરી નાબુદ કરવા મુદ્દે દિવ્ય ભાસ્કરે અભિયાન છેડ્યું હતું. જેનો ધારાસભ્ય સંજય કોરડિયાએ પડઘો પાડતા હોય એવી જાહેરાત આજે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.