તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • If You Want To Come To The Village, Don't Ask, Otherwise Your Belt And Hat Will Be Taken Off: Four Gamblers Threatened The Policemen

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉલટી ગંગા:જુગારીઓએ પોલીસને તતડાવ્યા: ગામમાં આવવું હોય તો પૂછીને આવવું નહીંતર તમારા પટ્ટા અને ટોપી ઉતરાવી નાખીશું

વેરાવળ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેરાવળના ઈન્દ્રોય ગામમાં જુગાર અંગે દરોડો પાડવા ગયેલા પોલીસકર્મીઓની ફરજમાં રૂકાવટ
 • પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી

'અમારા ગામમાં કેમ આવ્યો છો? ગામમાં આવવું હોય તો પુછીને આવવું નહીંતર તમારા પટ્ટા ટોપી ઉતરાવી નાખીશું' તેમ કહી વેરાવળ તાલુકાના ઇન્દ્રોય ગામે ચાર શખ્સોએ જુગાર અંગે દરોડો પાડવા ગયેલા પોલીસ કર્મચારીઓને ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે પોલીસે ઈન્દ્રોયના ચાર શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લોકોનું ટોળું એકઠું થઈ જતા તકનો લાભ લઇ જુગારીઓ ભાગી ગયા

મળતી માહિતી મુજબ, ગઇકાલે પ્રભાસપાટણ પોલીસ સ્ટાફના હીતેષસિંહ પરમાર, કૈલાશસિંહ બારડ, પ્રવિણ બાભણીયા, તુષાર જોષી અને દિપક અખીયા સહીતના પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા. ત્યારે તેમને બાતમી મળેલી કે, ઇન્દ્રોય ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમાઈ રહ્યો છે. જે વિગતના આધારે પોલીસ તે સ્થળ પર રેડ કરવા ગઇ ત્યારે બટુક અરશી વાજા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો પોલીસ સ્ટાફને જોઈ કહેવા લાગ્યા કે, અમારા ગામમાં કેમ આવ્યા છો? ગામમાં આવવું હોય તો પુછીને આવવું નહીંતર તમારા પટ્ટા અને ટોપી ઉતરાવી નાખીશું તેમ કહી બીભત્સ શબ્દો બોલવવા લાગ્યા હતા. જુગારીઓને જેમતેમ ન બોલવા પોલીસ સ્ટાફ સમજાવટ કરી રહ્યો હતો તે દરમિયાન સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઈ જતા તકનો લાભ લઇ જુગારીઓ નાસી ગયા હતા.

જેથી આ ઘટના અંગે પોલીસે ચારેય શખ્સો સામે ફરજમાં રૂકાવટની આઇપીસી કલમ 504, 186, 506(2), 114 મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો