ખેતી પદ્ધતિ:ખેતીની જમીનમાં આટલું ગોબર મુકશો તો અડાયું છાણું બને માટી નહીં

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક કિલોગ્રામ ગાયનું ગોબર જંગલમાં નાખો આઠ દિવસમાં માટી બની જાય!
  • જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના ઉપયોગથી માટીનુંં બંધારણ બદલાયું એટલે માટી પથ્થર જેવી બની

ઝેરમુક્ત જિંદગી એ માત્ર સૂત્ર નથી પણ તેને સફળ બનાવવા માટે જગતના તાતે ફરી પાછું પોતાની ખેતી પદ્ધતિને સમજવી પડશે. વિજ્ઞાન આપણને ઝડપ આપી શક્યું પણ ઉત્પાદન ઘટ્યું છે. એટલું જ નહીં માટીનું બંધારણ પણ તૂટી ગયું જેનું પરિણામ અત્યારે જોવા મળે છે. ખરેખર માટી કેવી કેવી હોવી જોઈએ અને જંગલની માટીમાં કુદરતી રીતે બનેલી જીવ સૃષ્ટિની કોલોની હજુ જીવંત હોવાથી તેનું પરિણામ કેવું મળે તેના માટે એક ઉદાહરણ કાફી છે.

જંગલની માટી ઉપર કોઈ એક જગ્યાએ 1 કિલોગ્રામ ગાયનું ગોબર મુકો અને એટલી જ માત્રામાં ગોબરનો બીજો ભાગ ખેતીની જમીન ઉપર મુકો. માત્ર આઠ દિવસમાં પરિણામ જોવા મળશે. એ એવું હશે કે જંગલમાં મૂકેલું ગોબર માટી બની ગયું હશે અને ખેતરમાં મૂકેલું ગોબર અડાયું છાણું. બસ આ કુદરતી પ્રક્રિયાને સમજીને ખેતી કરવામાં આવે તો માત્ર માનવજાતને નહીં તમામ જીવસૃષ્ટિને ઝેરમુક્ત જિંદગી આપી શકાય તેમ છે. પ્રાકૃતિક ખેતીના અનેક ફાયદો માનવ જીવન માટે છે તેને સમજવા પડે.

જો તે સમજાય જાય તો આવનારા દિવસોમાં ભારતનો ખેડૂત વિશ્વના લોકો માટે આદર્શ બની જશે. માટીમાં કુદરતે અનેક જીવસૃષ્ટિ માટે રહેવાની વ્યવસ્થા કરી છે. તેનું વિજ્ઞાન બીજા બધા વિજ્ઞાન કરતા અલગ છે અને એ ફરીથી સમજવું પડશે. કારણ કે, આપણે વધારે ઉત્પાદન અને આધુનિક મશીનરીઓના ઉપયોગથી ખેતીની જમીનને પથ્થર બનાવી દીધી છે. ઊંડી ખેડ અને ખોદાણથી માટીના માઇક્રોન વરસાદી પાણીમાં વહી જાય છે જે જમીન માટે ખુબ નુકસાનકર્તા છે.

પરિણામ જંગલની નિતાર શક્તિ જેવી નિતાર શક્તિ ખેતીની જમીનમાં રહી નથી. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ માટીના પદને પથ્થર બનાવી દીધું છે. બીજીબાજુ સમજણ વગરની ખેતી કરતા હોવાથી દવાઓનો ઉપયોગ વધ્યો છે. એવું કરવાના બદલે જમીનની માટીનું પૃથ્થકરણ કરીને યોગ્ય દિશામાં ખેતી થાય તો જ પ્રાકૃતિક ખેતીને સફળ બનાવાઈ શકાશે.

જગતનો તાત સવારે જમીનમાં જંતુનાશક દવા છાંટે સાંજે એ જ જમીનમાં ઉગેલા શાકભાજી ઘરે લઈ જાય!
માનવજાતને ઝેરમુક્ત જિંદગી આપવાનું બીડું ઝડપનાર જગતના તાતને પણ આ ખેતીથી પહેલો ફાયદો એ થવાનો છે કે તેનો પરિવાર ઝેરમુક્ત જીવન જીવશે. કારણ કે, આજના સમયમાં ખેડૂત સવારે પોતાના ખેતરમાં ઉગેલા શાકભાજી ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરે જે દવા ઉપર લખ્યું હોય કે આ દવા છાંટયા પછી ખેતરમાં કેટલા દિવસ કે કેટલો સમય જવું નહીં.

એ વાંચ્યા વગર એ જ ખેડૂત દવા છાંટેલા શાકભાજી ઉતારી સાંજે પોતાના ઘરે લઇ જાય અને આખો પરિવાર એ શાકભાજીનું ભોજન આરોગે. આ સ્થિતિમાં ઝેરમુક્ત જિંદગી કેવી રીતે શક્ય બનશે? અને જો શક્ય બનશે તો તેનો ફાયદો જગતના તાતનો પરિવાર પહેલા ઝેરમુક્ત જિંદગી જીવશે.

અન્ય સમાચારો પણ છે...