જૂનાગઢના શહેરીજનોને રખડતા ભકટતા પશુ અને કુતરાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ કરાઇ છે. આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રસી કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, જટાશંકર મહાદેવ મંદિરે જવા અને ત્યાં ન્હાવા પર પ્રતિબંધ મૂકાયો હતો.
બાદમાં ભાજપના એક અગ્રણીના સ્નાનનો કથિત વિડીયો વાઇરલ થતા જટાશંકર મહાદેવ મંદિરે જવા અને ઝરણાંમાં સ્નાન પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ત્યારે શહેરમાં રખડતા ભટકતા પશુ અને કુતરાઓને પકડવા પરનો પ્રતિબંધ પણ હટાવી લેવા આદેશ કરવાની માંગ છે. કુતરા, રખડતા ભટકતા પશુ વાહન ચાલકોની સાથે મહિલાઓ, વૃદ્ધો, બાળકોને પણ બચકાં ભરી લે છે.
પરિણામે લોકો ઇજાગ્રસ્ત બને છે. વર્ષ 2001 માં ખસીકરણની નિતી અમલમાં આવી છે પરંતુ જૂનાગઢમાં 21 વર્ષે પણ તેનો અમલ થતો નથી. ત્યારે કુતરા અને પશુના ત્રાસથી મુક્તિ અપાવવા તેમજ શ્વાનોનું ખસીકરણ શરૂ કરવા આદેશ કરવાની માંગ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.