પતિની પત્નિને ધમકી:દિકરો મને નહી આપે તો હું તને જાનથી મારી નાંખીશ, સાસુ, સસરા, દિયર સામે જૂનાગઢ મહિલા પોલીસમાં ફરિયાદ

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં ભાડાનાં મકાનમાં રહેતી પરિણીતાને પતિ સહિત સાસરિયાઓએ દુ:ખત્રાસ આપી માવતરેથી રોકડા રૂપિયા લઈ આવવાની માંગ કરી દિકરાને પોતાની સાથે લઈ જવા અવારનવાર દબાણ કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસમાંથી મળતી વિગત મુજબ મુળ માંગરોળનાં ખોડાદા ગામે અને હાલ જૂનાગઢ હાઉસીંગ બોર્ડમાં ભાડાના મકાનમાં રહેતા સરોજબેન ગોવિંદભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે કે, મારા લગ્ન વર્ષ-2016માં થયા હતા અને મારા લગ્ન જીવનના માત્ર છ માસ વિતયા બાદ તાલાલાનાં આંબડાસ રહેતા મારા પતિ ગોવિંદભાઈ વલ્લભભાઈ પરમાર, સાસુ સવિતાબેન વલ્લભભાઈ પરમાર, સસરા વલ્લભભાઈ સામંતભાઈ પરમાર, દિયર કમલેશભાઈ વલ્લભભાઈ પરમાર સહિત મળીને ઘરકામ તથા કરિયાવર બાબતે અવાર નવાર મેણા ટોણા મારતા હતા.

તેમજ ઢીંકાપાટુનો માર મારી ગાળો ભાંડી શારિરીક- માનસીક ત્રાસ આપતા હતા. અને ઘરઘંટી લેવા માટે તારા માવતરનાં ઘરેથી રૂ.30,000 લઈ આવવા માંગણી કરતા હતા. અને મારા દિકરાને પોતાની સાથે લઈ જવા માટે દબાણ કરી મારા પતિ ગોવિંદે કહ્યું હતું કે, દિકરો મને નહી આપે તો હું તને જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...