તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ અભિયાન:વેક્સિન લેવા ભૂખ્યા પેટે તો નજ જવું, લીધા પછી હળવો ખોરાક લેવો

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની વેક્સિન લીધા પછી તેની અસરને લઇ આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જારી કરી

કોવિડની વેક્સિન વધુને વધુ લોકો લે એ માટે આરોગ્ય વિભાગે રીતસરનું અભિયાન શરૂ કર્યું છે. ત્યારે વેક્સિન લેનારને તે લીધા પછીની આડ અસર રૂપે શરીર જે પ્રતિક્રિયા આપે એ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. જૂનાગઢ જિલ્લા અને શહેરમાં કોવિડની વેક્સિન આપવા માટે અભિયાન શરૂ થયા છે ત્યારે કોવિડ વેક્સિન લીધા બાદ ઘણા લોકોને ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં હળવો દુ:ખાવો, હળવો તાવ, શરીર તૂટવું, ક્યારેક હળવા ઝાડા, ગળામાં શોષ પડવો, જેવી સામાન્ય તકલીફો થવી સ્વાભાવિક છે.

ત્યારે તેના ઉપાયો અંગે જૂનાગઢ જીલ્લા એપીડેમિક અધિકારી ડો. ચંદ્રેશ વ્યાસ કહે છે, વેક્સિન લેવા માટે ભૂખ્યા પેટે તો ખાસ નજ જવું. કાંતો જમીને અથવા ભારે નાસ્તો કરીનેજ વેક્સિન લેવી. આ ઉપરાંત ભારે કામ અથવા ઉજાગરા ન કરવા. શક્ય હોય તો સાથે આપેલી પેરાસિટામોલ લઇ લેવી. જેથી આ તકલીફો નિવારી શકાય.

વેરાવળમાં કોરોના વધતો અટકાવવા ચેકીંગ પોઇન્ટ
મુંબઇથી આવતી બાંદ્રા એક્સપ્રેસ સવારે 6 વાગ્યે રેલ્વે સ્ટેશને પહોંચે છે. પરિણામે મુંબઇ અને મહારાષ્ટ્રથી કોરોના પેશન્ટ વેરાવળમાં ન પ્રવેશે એ માટે એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શુક્રવારે કુલ 58 અને શનિવારે 36 પેસેન્જરોનો ટેસ્ટ કરાયો હતો. ત્યારબાદ બપોરે 3:30 વાગ્યે આવતી વિકલી પુના એક્સપ્રેસમાં આવેલા 172 પેસેન્જરનો પણ એન્ટીજન ટેસ્ટ રેલવે સ્ટેશનેજ કરાયો હતો. આ કામગિરીમાં મેહુલભાઈ ચુડાસમા અર્બન હેલ્થ સુપરવાઝર, વિજયભાઈ ચાવડા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

આ ઇમ્યુનિટી બનવાની પ્રક્રિયા છે
વેક્સિન લીધા બાદ તાવ, દુ:ખાવો, શરીર તૂટવું જેવી પ્રક્રિયા એ શરીરમાં એન્ટીજન એન્ટીબોડીની અને ઇમ્યુનિટી બનવા માટે જરૂરી છે. જેથી તેમાં ગભરાવું નહીં.

તકલીફ 24 કલાક સુધીજ રહે છે
વેક્સિન લીધા બાદ તકલીફ થવી એ 24 કલાક પછી અદ્રશ્ય થઇ જાય છે. આમ છત્તાં કોઇ વધુ તકલીફ જણાય તો 104, 108 કે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો.

વ્યસનની વસ્તુ તો નજ લેવી
વેક્સિન લીધી હોય તેણે એટલો સમય વ્યસનની આદતથી તો દૂરજ રહેવું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો