તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ટ્રકના ભાડા નહીં વધારાય તો આંદોલનની ચિમકી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોરઠ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનનું આવેદન

ટ્રકના ભાડામાં વધારો કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન અપાયું છે. જો ભાડા વધારો નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ છે. આ અંગે સોરઠ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ગાંગાભાઇ પરમારે જિલ્લા કલેકટરને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યું છે. પત્રમાં જણાવાયું છે કે, ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે. હાલ ડિઝલનો ભાવ 97 રૂપિયા થઇ ગયો છે.

પરિણામે ખર્ચમાં વધારો થતા ભાડું વધારવું પડે તેવી સ્થિતી ઉત્પન્ન થઇ છે. ત્યારે ભાવ વધારો કરવાની મંજૂરી આપવા માંગ છે. જો ભાવ વધારો નહી આપવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી પણ આવેદનના અંતે ઉચ્ચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...