તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતી:વરસાદ નહીં થાય તો ખેડૂતોએ વાવેતરની પેટર્ન બદલવી પડશે

માણેકવાડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે જૂન મહિના ના અંતિમ દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થઈ જતો હોય છે.પરંતુ આ વર્ષે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં અનેક જિલ્લામાં વાવણી લાયક વરસાદ થયો નથી.આ ઉપરાંત હજુ પણ વરસાદના કોઈ જ અણસાર જોવા મળતા નથી ત્યારે જ ખેડૂતોએ જણાવ્યું હતું કે હજુ 5 થી 7 દિવસ માં જો સારો વરસાદ થાય તો જ મગફળી નું વાવેતર કરી શકાય જો મોડો વરસાદ થશે તો મગફળીની જગ્યા એ સોયાબીન સહિતના અન્ય પાક વાવેતર કરવાની ફરજ પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાં સિંચાઈ ના પાણીની સગવડ હતી ત્યાં 1 જૂનની આસપાસ જ મગફળીના આગોતરા પાકનું વાવેતર થઈ ચૂક્યું છે હવે સિંચાઈ માટે પાણીની પણ સગવડ ન હોવાથી આ પાક પણ સુકાવા લાગ્યો છે જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અનેક વિસ્તારોમાં મગફળીનું આગોતરૂ વાવેતર, હવે સોયાબીન વાવશે
આ અંગે ખેડૂતો એ જણાવ્યું હતું કે વર્ષો થી મગફળીના પાકનું વાવેતર કરતા હોઈએ છીએ જેથી અન્ય પાકની માવજત કેમ કરી શકાય તેમની પૂરતી જાણકારી ન હોય જો ઉત્પાદન સારૂ ન મળે તો આર્થિક નુકસાન ભોગવવું પડતું હોય જેથી ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...