મીટિંગ:મતદાન ઓછું થશે તો તંત્ર લોકોને બુથ પર લાવશે : જિલ્લા કલેકટર

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ વિધાનસભાના બૂથ લેવલ અવેરનેસ ગ્રુપ્સ સાથે મીટિંગ
  • મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ પૂરજોશમાં, મુખ્ય ધ્યાન મહત્તમ નાગરિકોને મતદાનમાં સામેલ કરવાનું

આગામી વિધાનસભા ની ચુંટણી ના દિવસે મતદાન ધીમું હશે તો ખુદ ચૂંટણી તંત્રજ મતદારોને મતદાન કરવા સમજાવશે. આ રીતે મતદાન વધુ થાય એ માટે ચૂંટણી પંચ એ કવાયત હાથ ધરી છે. મતદાનના દિવસે, એસી સ્તરે અને જિલ્લા સ્તરે સમર્પિત મોનિટરિંગ અને કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવશે. તમામ ટીમ ના વડા એસીના કંટ્રોલ રૂમમાં હાજર રહેશે. તમામ મતદાન મથકોમાં મતદાનની ટકાવારી સંબંધિત રેતુરનિંગ ઓફિસર દ્વારા કલાક ના ધોરણે મોનિટર કરવામાં આવશે અને મતદાન ઘટતું હોય તેવા ભાગો માટે ઝડપી પગલાં લેવામાં આવશે.

આવા ભાગો માટે ખાસ ટીમ લોકોને બહાર આવવા અને મતદાન કરવા અપીલ અને પ્રોત્સાહિત કરશે. તમામ તાલુકાઓના સીડીપીઓ અને તબીબી અધિકારીઓને તેમના સંબંધિત તાબાના કર્મચારીઓના કામ પર દેખરેખ રાખવાની ફરજ આપવામાં આવે છે. મતદારોને દરેક એસીમાં અમારા નવીન બૂથ વિશે માહિતગાર કરવામાં આવશે. જેમાં હેલ્થ બૂથ, એનિમલ બૂથ, વુમન બૂથ, PwD બૂથ અને યુવા બૂથ BAGs દ્વારા ઘરે ઘરે મુલાકાત લેવામાં આવશે.

જાહેર પ્રદર્શન માટે નૈતિક મતદાન પર BAGs ને જાહેરાત સામગ્રી આપવામાં આવી છે અને તે સભ્યો સાથે તેમના આત્મવિશ્વાસ નિર્માણ અને તેમને સંવેદનશીલ બનાવવા માટે પણ વાતચીત કરશે.જૂનાગઢ જિલ્લામાંં મતદાન વધારવા માટે વ્યૂહ રચના કરવામાં આવી હોવાનું જિલ્લા કલેકટર રચિત રાજે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે ટાઉનહોલ ખાતે જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારની બીએજીની ટીમ સાથે સંક્ષિપ્ત બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તમામ આશા કાર્યકરો, આશા ફેસિલિટેટર્સ, આંગણવાડી કાર્યકરો, TLEs, મહિલાની ઉપસ્થિતી રહી હતી.

ખાસ કરીને મતદારોમાં જાગૃતિ ફેલાવવા અને મતદારોને 1 ડિસેમ્બરના રોજ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઘરે-ઘરે જઈને કરેલા તેમના પ્રયાસોની પ્રશંસા કરતી ટીમને સંબોધિત કરી હતી. ટીમના ફીડબેક દ્વારા ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં મતદારોમાં જાગૃતિ અને વિશ્વાસની સ્થિતિ વિશે સમીક્ષા કરી હતી. અહિં છેલ્લી ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી સતત નીચી રહી છે. આ માટેનું એક સંભવિત કારણ મતદાતામાં મતદાન માટે જાગૃતિનો અભાવ હોઈ શકે છે. માટે મતદાન વધારવા માટે પ્રયાસો કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...