તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટીસ:ગટરનું કામ યોગ્ય રીતે નહી થાય તો કાનુની નોટીસ અપાશે, મેઘાણીનગરમાં ગટરના કામમાં ચેમ્બર બનાવાનું ભૂલાયું!!

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધુરૂં કામ છત્તાં પેમેન્ટ ચૂકવાયાનો આક્ષેપ

મેઘાણીનગરમાં ગટરના કામમાં ગેરરીતિ કરવામાં આવી છે. આ મામલે અનેક રજૂઆત છત્તાં કોઇ કાર્યવાહી ન થતા હવે કાનુની નોટિસ આપવાની ચિમકી ઉચ્ચારાઇ છે.આ અંગે મેઘાણીનગરના સ્થાનિક રહેવાસી ધિરેનભાઇ પંડયાએ જણાવ્યું છેકે, મેઘાણીનગરમાં ગટરનું કામ કરવામાં આવ્યું છે. જોકે, બ્લોક નંબર 1 થી 15માં બે બ્લોક વચ્ચે એક ચેમ્બર બનાવવાની હોય છે તે બનાવવામાં આવી નથી. પરિણામે ગટરના પાણીના નિકાલની સમસ્યા ઉભી થશે. દરમિયાન કોન્ટ્રાકટર પણ દેખાતા નથી માટે તેમને પણ અધુરૂં કામ છત્તાં પેમેન્ટ થઇ ગયું હોવાનું જણાઇ રહ્યું છે. બીજી તરફ અનેક રજૂઆત છત્તાં મનપાની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવતી નથી.ત્યારે હવે જો ગટરના મામલે યોગ્ય નહિ થાય તો ટૂંક સમયમાં જ મનપાને કાનુની નોટિસ ફટકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...