તંત્ર પર ઉઠતો સવાલ:દક્ષિણના અભયારણ્ય બારે માસ ખુલ્લા રહે તો "ગીર' કેમ નહીં ?; પર્યાવરણ જોઇએ કે પ્રવાસન ?

જુનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઉત્તર ભારતના બીજા અભયારણ્ય પણ 3 જ માસ બંધ રહે છે, સીંહનો સંવનનકાળ પણ આખું વર્ષ હોય છે

ગીર જંગલમાં આગામી તા. 16 જુનથી 15 ઓક્ટોબર સુધી સહેલાણીઓને પ્રવેશ નહીં મળે. આની સામે તાજેતરમાંજ સાસણ અને આસપાસના હોટલ અને રીસોર્ટ સંચાલકોએ કેન્દ્રિય વનમંત્રીને રજૂઆત કર્યા બાદ આ મામલે રાહત આપવાની માંગણી બળવત્તર બની રહી છે.

તાજેતરમાં વનમંત્રીની મુલાકાત કરી હતી
વનમંત્રી સમક્ષ થયેલી માંગણી મુજબ જો દક્ષિણ ભારતનાં સૌથી વધુ વરસાદ વાળા કાબીની, નાગરહોલ, મદુમલાઈ, બાંદીપુર, બી. આર. હીલ્સ જેવા સફારી પાર્ક 365 દિવસ ખુલ્લા ખુલ્લા રહે છે. તો ગીર જંગલ શા માટે ખુલ્લું ન રહી શકે. તાજેતરમાં વનમંત્રીની મુલાકાત વખતે 16 જુન થી 15 ઓક્ટોબરને બદલે 1 જુલાઇથી 30 સપ્ટેમ્બર સુધી અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવા દેવાનીમાં થઇ હતી.

બધા અભયારણ્યોના બફરમાં તો 365 દિવસ સફારી ચાલુ હોય છે
આ માંગણીના સમર્થનમાં એવી દલીલ પણ કરાઇ હતી કે, દેશના મોટાભાગના નેશનલ પાર્ક જેવા કે બાંધવગઢ, કાન્હા, પેંચ, સતપુડા, તાડોબા-અંધારી, કરંધલા, રણથંભોર પણ 1 જુલાઈથી બંધ કરીને 1 ઓક્ટોબરથી ખુલી જાય છે. એમ અહીં પણ કરી શકાય. વળી બધા અભયારણ્યોના બફરમાં તો 365 દિવસ સફારી ચાલુજ હોય છે. જે ગીરમાં નથી.

આપણે ત્યાં મહત્તમ વરસાદ જુલાઇ-ઓગષ્ટ મહિનામાં જ પડે છે
જો આ માંગણી સંતોષાય તો સાસણ ગીરમાં 4 મહિના બેકાર રહેતા હજારો લોકોને 1 મહિનો વધુ રોજગારી મળે. સાથે ગેરકાયદે પ્રવૃત્તિ દ્વારા સિંહ દર્શન (લાયન શો) થતું અટકે. મેન-અનીમલ કોન્ફલીક્ટ પહેલાંના પ્રમાણમાં ઓછું થઇ જાય. વળી આપણે ત્યાં ચોમાસાનો મહત્તમ વરસાદ જુલાઇ-ઓગષ્ટ મહિનામાં જ પડે છે. જુનમાં ખાસ વરસાદ થતો નથી. ઓક્ટોબરમાં તો નહીંવત વરસાદ જ હોય છે. વરસાદ કદાચ વધારે પડે અને સફારી રદ કરવાની થાય તો અન્ય રાજ્યોની જેમ અહીં પણ નોન રીફંડેબલ સફારી જ છે.

ગીરના મોટાભાગના ટુરીઝમ ઝોનના રસ્તા ખુલ્લા જ હોય છે
વરસાદમાં રસ્તા બંધ થવા કે તૂટી જવાનું બહાનું આપવામાં આવે છે. જે ગેરવ્યાજબી છે. કેમકે, ગીરના મોટાભાગના ટુરીઝમ ઝોનના રસ્તા ખુલ્લા જ હોય છે. અનેક રૂટ એવા છે જે હંમેશા ચાલુ જ રહે છે. જેમકે, કમલેશ્ર્વર ડેમનો રસ્તો, ભંભા ફોડથી જતા અનેક રસ્તા, દેવા ડુંગરનો રસ્તો, શિરવાણ જતો રસ્તો વગેરે. ગીરના સિંહએ ચોમાસામાં સંવનન કરે છે એ માત્ર માન્યતા છે. સિંહ આખા વર્ષ દરમ્યાન ગમે ત્યારે સંવનન કરતા હોય છે.

10-15 દિ' તો રસ્તા રીપેરીંગમાંજ જાય
​​​​​​​વનવિભાગનનાં એક નિવૃત્ત અધિકારીના કહેવા મુજબ, ગીરમાં વરસાદ બંધ થયા પછી 10-15 દિવસ તો રસ્તા રીપેરીંગમાંજ જાય છે. અને સપ્ટેમ્બરમાં વરસાદ આવેજ. ક્યારેકજ વર્ષ એવું ગયું હોય કે વરસાદ ન આવે. વળી કોઇપણ બે સેન્ચ્યુરીની સ્થિતીને તમે એકજ રીતે ન મૂલવી શકો. બધે વાતાવરણ, જમીન, વરસાદ, હવામાન જૂદું હોય છે. દક્ષિણના રાજ્યોમાં 365 દિવસ સફારી ચાલુ રહેતી હશે કારણકે, ત્યાંની જમીન ધોવાઇ જાય એવી કદાચ ન પણ હોય. આથી ગીરમાં એ શક્ય નથી. વળી જો દિવસો ઘટાડી નખાય તો પર્યાવરણવાદીઓ પણ વિરોધ કરવાના જ છે.

ચોમાસામાં જંગલમાં ગાડી ફસાય તો પ્રવાસીઓ માટે જોખમી
​​​​​​​માંગ થઇ છે. પણ ટેક્નીકલ રીતે એ યોગ્ય નથી. કારણકે, ચોમાસામાં જંગલના કાચા રસ્તા ચીકણા અને કીચડવાળા બને છે. ગીરની નદીઓ અને વોંકળામાં જરાક વરસાદ થાય તો પણ પુર આવી જાય છે. જો ગાડી જંગલમાં ફસાય તો પ્રવાસીઓ પર જોખમ વધી જાય. જોકે, હજુ ઉપરથી પણ એવી કોઇ સુચના કે આદેશ નથી. - ધીરજ મીત્તલ, ડીસીએફ, સાસણ

અન્ય સમાચારો પણ છે...