કોડીનારનાં ડોળાસા ગામે જૂનો પેવર રોડ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર છે. ચાર વર્ષથી આ રોડને થીગડા મારીને ચલાવાય છે. પણ આ ચોમાસા પહેલા નવો પેવર બનાવવાની ગામલોકોની માંગ છે. આ માંગણીને લઈ તંત્ર ઉદાસીનતા દાખવશે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. ડોળાસા ગામે નવા સૂચિત બાયપાસનું કામ અત્યંત ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. પણ ગામમાંથી પસાર થતો હૈયાત પેવર રોડ છેલ્લા પાંચ વર્ષ થી ચિથરે હાલ છે.
ર ચોમાસામાં આ રોડ ગટર જેમ બની જાય છે. નવા રોડની માંગણી સાથે આંદોલનની રજૂઆત કરવામાં આવે છે. તો તંત્ર જાગી થીંગડા મારી જાય છે અને ગામનાં લોકોને જણાવાય છે કે આ રોડ નવો પેવર બનાવવા દિલ્હી દરખાસ્ત મોકલી છે. ટૂંક સમયમાં નવા પેવરનું કામ ચાલુ થઈ જશે. આમ પાંચ વર્ષ વિતી ગયા હજુ નવો પેવર બન્યો નથી. અને બાયપાસના તો કોઈ ઠેકાણા જ નથી. ડોળાસાના યુવાનો આંદોલનના મૂડમાં છે ચોમાસા પહેલા નવો પેવર રોડ બનાવવા માંગ છે. હાલ આ રોડમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે તમામ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.