પડતર કેસો:વકીલો મુદતો માંગ્યા કરે, કોર્ટ સર્વોપરી હોઇ તો 5 મુદતોથી વધુ ગ્રાહ્ય ન રાખવી જોઇએ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત થયેલા અરવિંદકુમારે કરોડો પડતર કેસો અંગે પોતાની વ્યથામાં કહ્યું કે, તાલુકા કે જિલ્લા કક્ષાની સાથે હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં પણ પેન્ડીંગ જુના કેસો પડેલા છે.

આ અંગે વિજયભાઇ પંડયા સુચનો આપતા કહ્યું કે, વકીલો મુદતો માંગ્યા કરે તો કોર્ટ સર્વોપરી હોઇ તો પાંચ મુદતોથી વધુ ગ્રાહય રાખવી જોઇએ. નામદાર અદાલતોમાં આજથી 5 વર્ષ પહેલાના કેસોને બાજુ પર રાખી સૌથી જુનામાં જુની મેટર પર ધ્યાન રાખવું જોઇએ. ગુજરાત હાઇકોર્ટમાં ધણા કેસો એવા હોય કે જે ડેઇલી બોર્ડમાંથી નિકળી જતા હોય છે.

આવા કેસોમાં રજીસ્ટ્રી શાખા, વકીલોએ તથા જે તે પક્ષકારોએ ધ્યાન રાખવું જોઇએ. ધણા કિસ્સા એવા ધ્યાન પર આવે કે, સીવીલ રીવીઝન અરજીઓનો નિકાલ કરવા ત્રણ થી પાંચ હુકમો થઇ ગયા હોવા છતાં તેનો નિકાલ આવતો નથી. જેવી રીતે જસ્ટીસની નિયુકિત માટે કોલેજીયમની ભલામણ સ્વીકારવામાં આવે તે રીતે લો-કમીશન ધ્વારા સર્વેક્ષણ જાહેર કરવામાં આવે તે અમલમાં મુકવા જોઇએ વગેરે સુચનો કરવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...