સાધુએ ચિમકી ઉચ્ચારી:ટ્રસ્ટને સોંપાયેલ જમીન પરત નહિ મળેતો સાધુ કરશે આત્મવિલોપન

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવનો ઓટો, બીજા મંદિર નોટિસ આપ્યા વિના તોડી પડાયા હતા
  • ભવનાથ પંચદશનામ જૂના અખાડાના સાધુએ આપી ચિમકી

ટ્રસ્ટે પચાવી પાડેલી જમીન પરત નહિ મળે તો આત્મવિલોપન કરવાની ભવનાથના સાધુએ ચિમકી ઉચ્ચારી છે. આ અંગે ભવનાથ પંચદશનામ જૂના અખાડાના સાધુ જગદિશગીરી મહારાજ ઉર્ફે જશવંતગીરી મહારાજે જણાવ્યું હતું કે, અમો ભવનાથ તળેટીમાં નગાભગત તેમજ ભીમ સાહેબની બાજુની જગ્યામાં વરસોથી અન્નક્ષેત્ર ચલાવીએ છીએ.આ અન્નક્ષેત્રનો લીલી પરિક્રમા તેમજ શિવરાત્રી દરમિયાન લાખ્ખો ભાવિકો લાભ લે છે. અમારી આ જમીનની માંગણી સરકારમાં 4 ડિસેમ્બર 2019થી કરેલ છે જેની 1 રૂપિયા લેખે જંત્રી પણ કલેકટર ઓફિસમાં ભરેલ છે.

અન્નક્ષેત્ર માટે ફાળવેલી જમીનનું મહાનગરપાલિકા દર વર્ષે 1,000 વસુલે છે. અમારી જગ્યામાં આવેલ શિવજીનો ઓટો તેમજ અન્ય મંદિરો બનાવેલા હતા તેને વર્ષ 2008માં ડિમોલીશન દરમિયાન કોઇપણ નોટીસ આપ્યા વિના જ તોડી પડાયા છે. જોકે, હાલ આ જમીન શાંતિ સેવા ટ્રસ્ટને હોસ્પિટલ બનાવવા ફાળવી દેવાઇ છે. ત્યારે અમારી જમીન પરત નહિ મળે તો મારે આત્મહત્યા કરવી પડશે તેવી ચિમકી જગદિશગીરી મહારાજે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...