રજૂઆત:હોટેલ, રેસ્ટોરન્ટ, લગ્નો ચાલુ તો ન્યાયાલય શા માટે બંધ?!

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાર કાઉન્સીલના સભ્યની ચેરમેનને રજૂઆત

કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાની સાથે જ કોર્ટની કાર્યવાહી બંધ કરાઇ છે. ત્યારે કોર્ટ બંધ રહે ત્યાં સુધી વકિલોને 15,000નું સ્ટાઇપન્ડ આપવા રજૂઆત કરાઇ છે. આ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય મુકેશ કામદારે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, હોટેલ, રેસ્ટોરન્ટ, લગ્ન પ્રસંગો ચાલુ છે તો કોર્ટ શા માટે બંધ છે?! કોરોના આવે ત્યારે કોર્ટને જ શા માટે સૌપ્રથમ બંધ કરવામાં આવે છે? જાપાનમાં ફેંકાયેલા અણુબોમ્બના કારણે આજે પણ બાળકો ખોડખાપણ વાળા જન્મે છે.

એજ રીતે કોર્ટ બંધ થવાથી કેસના ભારણ વધશે જેથી ન્યાય પણ ખોડખાપણ વાળો મળશે. લોકોને મોડા ન્યાય મળે છે એમાં કોર્ટો બંધ થવાથી ન્યાય વધુ મોડો મળશે. ત્યારે આના માટે જવાબદાર કોણ? કોર્ટ ઓફિસ(ન્યાયધિશ તથા કર્મચારી) કોર્ટમાં સુરક્ષિત છે. કોરોના ગાઇડ લાઇન મુજબ કોર્ટમાં કાચ લગાડી તેમજ અન્ય ગાઇડ લાઇન મુજબ સેફ્ટીના સાધનો પુરા પાડવામાં આવ્યા છે. જો કોર્ટ બંધ રાખવાની હોય તો આવા ખર્ચા શા માટે કરાય છે? દરેક વકિલો કોર્ટ ઓફિસર છે. ત્યારે કોર્ટ બંધ રહે ત્યાં સુધી દરેક વકિલને 15,000નું સ્ટાઇપન્ડ આપવું જોઇએ તેવી માંગ મુકેશભાઇ કામદારે કરી છે.

અન્ય સમાચારો પણ છે...