જૂનાગઢના નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફિકlકેશન થશે જે માટે નરસિંહ મહેતા સરોવરનો પાળો તોડવામાં આવી રહ્યો છે.ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પદાધિકારીઓને જરા પણ અસર થઈ નહોતી અને કોન્ટ્રાકટર દ્વારા પાળો તોડવાની કામગીરી ચાલુ રાખવામા આવી હતી.અગાઉ પણ જાગૃત નાગરિક દ્વારા આ બાબતે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.પરંતુ આખરે મનપાની જ મનમાની ચાલી છે .
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢની સાન સમા નરસિંહ મહેતા સરોવરનું બ્યુંટીફિકેશન કરવા માટે થોડા દિવસ પહેલા સરોવરનો પાડો તોડવામાં આવી રહ્યો હતો. ત્યારે જુનાગઢના જીવદયા પ્રેમી દ્વારા વિરોધ કરતા તે દિવસે પાળો તોડવાનું કામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી પાછું આજે કોન્ટ્રાક્ટર દ્વારા નરસિંહ મહેતા સરોવરનો પાળો તોડવામાં આવતા સરોવરમાં એકઠું થયેલું પાણી વહી જશે અને લોકોને પાણી પ્રશ્ને મુશ્કેલીનો સામનો કરવો પડશે તો બીજી તરફ નરસિંહ સરોવરમાં રહેલા અસંખ્યા માછલાઓના કમોતે મૃત્યુ નીપજશે.
જીવદયા પ્રેમીઓની લાગણી અને આ બાબતનું દુઃખ વ્યક્ત કરતા હિતેશ સંઘવીએ જણાવ્યું હતું કે કોઈપણ જીવની જેમ અંતિમ અવસ્થા હોય ત્યારે જૈન ધર્મ,પ્રમાણે નવકાર મંત્ર સંભળાવે,હિન્દુ ધર્મમાં રામ નામ ના જાપ કરે , યમનાસ્ઠક કરે ત્યારે જૂનાગઢની તમામ ધાર્મિક પ્રેમી જનતા અને જીવદયા પ્રેમીઓ તળાવમાં રહેલી અસંખ્ય માછલીઓ ના અકાળે મૃત્યુ થવાના છે ત્યારે તેમની આત્માને શાંતિ મળે માટે જીવ દયાપ્રેમીઓએ નવકાર મંત્રના જાપ કરી જૂનાગઢ મનપાને માછલીઓના મોતના દોષી ઠેરવ્યા હોય તેવું લાગી રહ્યું છે.જ્યારે મનપાના કમિશનર રાકેશ તન્ના સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા પોતે લગ્નમાં હોવાનું કહેતા પછી વાત કરવા કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.