માત્ર દેખાડા પૂરતો પ્રતિબંધ:પ્રતિબંધ "કાગળ' ઉપર રહેશે તો ગરવો ગિરનાર પ્લાસ્ટિકમાં "કેદ' થઈ જશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોપવેમાં યાંત્રિકને લઈ જવાની મનાઈ સાચી પણ ઉપર બધું જ ડબલ ભાવે વેચાય અને ફેંકાય પણ ખરું

જૂનાગઢ જેના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે એવા હિમાલયના પ્રપિતામહ એવા ગરવા ગિરનારને યાત્રાધામ તરીકે વિકસાવવાની સરકારની નેમ જૂનાગઢ માટે ઉજળા ભવિષ્યનું નિર્માણ કરનારી છે. પણ પ્રવાસીઓની યાત્રાધામને બગાડી નાખવાની વૃત્તિએ અહીં એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે કે, જો આમ જ ચાલશે તો માત્ર 2 કે 5 વર્ષમાં ગિરનાર પ્લાસ્ટિકના કચરાનો ડુંગર બની જશે.

જૈન સમાજ સમશેતશિખરજીને પ્રવાસનધામ બનાવવાના સરકારના નિર્ણયને બદલવામાં સફળ થયા. પણ અહીં તો ગિરનારને પલાસ્ટીકનો ડુંગર ન બનવા દેવો હોય તો પ્રત્યેક પ્રવસીએ પોતાનું યોગદાન આપવું પડશે. પર્યાવરણને બચાવવા માટે અનેક કાર્ય કરતા લોકો ગિરનારની આ વાસ્તવિકતાથી દુઃખી છે. પણ તેમની વાતની અસર થતી નથી તંત્ર માત્ર દેખાડા પૂરતા પ્રતિબંધ મૂકીને મૂક પ્રેક્ષક બન્યું છે.

ગિરનાર ઉપર રોજ પ્લાસ્ટિકના ગંજ ખડકાઇ રહ્યાં છે. પ્રવસીઓને ગિરનાર ઉપર નાસ્તાના પડીકા અને પાણીની બોટલો ડબલ ભાવ વસૂલીને ખરીદવાનો અને પ્લાસ્ટિકનો કચરો ઠાલવવાની તક મળી રહી છે. ગિરનાર ઉપર પ્લાસ્ટીકનો કચરો જમા ન થાય તે માટે રોપવેમાં જતા પ્રવાસીઓને પાણીની સાદી બોટલ પણ લઈ જવાની મનાઈ છે.

પ્લાસ્ટિક પેકમાં નાસ્તા પ્રતિબંધિત છે. પણ એ બધા પ્રતિબંધ માત્ર રોપવે કંપનીએ અમલ કરાવવાના છે. બાકીની સ્થિતિ જોઈએ ગિરનાર ઉપર રોજ આવતા હજારો પ્રવાસીઓને પાણીની બોટલ રૂ. 40 માં અને પ્લાસ્ટિક પેકમાં મળતા તમામ નાસતા ડબલ ભાવે ખરીદવા પડે છે. અહીં વાત સુવિધાની કિંમતની નથી પણ કચરો ન થાય એવું કરવું હોય તો આ પ્રતિબંધિત વસ્તુઓ અહીં વેચાય છેજ શા માટે તેનો જવાબ તંત્રએ આપવો પડશે. રોપવેમાં તો રોજ 3 હજાર લોકો જતા હશે. પણ પગથિયાં ચડીને યાત્રા કરતા હજારો પ્રવાસીઓ આવે છે.

વર્ષે 15 લાખ લોકો ગિરનાર આવતા હશે તેવો પ્રવાસન વિભાગનો અંદાજ છે. તેમાં 2 લાખ બાળકો હોય તો પણ કેટલો પ્લાસ્ટિકનો કચરો નાસ્તાના પડીકા દ્વારા થતો હશે અને પાણીની બોટલો તો હજારોની સંખ્યામાં વેચાય છે. એવા સંજોગોમાં ગિરનાર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે તંત્ર એ પણ નવી સુવિધાઓ અને અમલવારી કરવી જોઈએ નહીં તો ગિરનાર પ્લાસ્ટિકનો ઢગલો બની જશે.

ડાંગના પદમડુંગરી ઉપર અને સાસણ સફારીમાં છે એવી વ્યવસ્થા કરો
જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર જંગલમાં સફારી માટેની સુવિધા છે. અહીં આવતા પ્રવાસીઓને પાણીની બોટલ લઈ જવાની મનાઈ છે. તેના બદલામાં ડિપોઝીટ લઈને સ્ટીલના જગ આપવામાં આવે છે. જે પ્રવાસ પૂર્ણ કરીને નીકળે ત્યારે પરત કરવાથી નક્કી કરેલી પાણીની કિંમત લઈને ડિપોઝીટ પરત કરવામાં આવે છે. એવું જ પદમડુંગરી ઉપર છે ત્યાં પ્રવાસીઓને સુવિધા મળે છે અને પ્લા

પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા અને રોપવેમાં સ્ટીલના જગ ડિપોઝીટ લઈને આપો
ગિરનાર ઉપર આવતા પ્રવાસીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ છે. દર 200 પગથિયાં ઉપર પીવાનું પાણી મળે અને જેને સાથે લઈ જવું હોય તેને સ્ટીલના જગ થવા કાચની બોટલ ડિપોઝીટ લઈને આપવી જોઈએ. જેથી પ્લાસ્ટિકની બોટલનો વેપાર બંધ થાય. આ માટે વહીવટી તંત્ર એ સખી મંડળો, ડોળીવાળાઓ અથવા જે તે વેપારીઓને એજન્ટ તરીકે નીમી તેના વ્યવસાયને ટકાવી રાખવાની તક આપવી જોઈએ.સ્ટિક તો પ્રતિબંધિત જ છે. તેનો ભંગ કરી શકાતો નથી - પ્રણવ વઘાસીયા

અન્ય સમાચારો પણ છે...