તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોઇ ટેન્ડર નહી ભરે તો મનપા રોડ બનાવશે: મેયર

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવાહર રોડ, એમજી રોડની સમસ્યા કરાશે દૂર
  • પાણીની લાઇન જર્જરિત થતા નવી લાઇન નંખાશે

જૂનાગઢના વોર્ડ નંબર 10માં આવેલ એમજી રોડ અને જવાહર રોડનું કામ શરૂ ન થતા સ્થાનિક લોકો, વેપારીઓએ મનપામાં રજૂઆત કરી હતી. દરમિયાન આ અંગે મેયર ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીથી અમે અજાણ નથી.

પરંતુ આ વિસ્તારમાં આવેલ પાણીની લાઇન અત્યંત જર્જરિત બની ગઇ છે. માટે 1.75 કરોડના ખર્ચે નવી લાઇન નાંખવા માટે ટેન્ડર કરવામાં આવ્યા છે. ત્યારે ટેન્ડર મંજૂર થયા બાદ પાણીની લાઇન માટે ફરી રોડ તોડવો ન પડે તે માટે રોડનું કામ કરાયું નથી.

દરમિયાન પ્રથમ અને બીજું ટેન્ડર બહાર પાડ્યું તે કોઇએ ન ભરતા પણ સમય લંબાયો છે. હવે ત્રીજું ટેન્ડર બહાર પડાયું છે જે શનિવાર સુધીમાં ખોલી બાદમાં કામ સોંપાશે. જો કોઇ એજન્સી ટેન્ડર નહી ભરે તો ખુદ મનપા કામ શરૂ કરાવશે. આ રોડ ખોદી, નીચો ઉતારીને બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો