મુલાકાત:હું 15 વર્ષ પહેલાં ગીરનારનાં 10 હજાર પગથિયાં ચઢ્યો તો, કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે જૂનાગઢની ઉડતી મુલાકાતે

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વેરાવળમાં સદ્ભાવના સંમેલન માટે આવેલા કેન્દ્રિય સામાજીક અધિકારીતા અને ન્યાય વિભાગના મંત્રી રામદાસ આઠવલેએ થોડા કલાકો માટે જૂનાગઢમાં રોકાણ કર્યું હતું. તેમણે જૂનાગઢની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે, હું જૂનાગઢ ઘણીવાર આવ્યો છે. અને ગીરનાર ચઢ્યો છું. છેલ્લે 15 વર્ષ પહેલાં જૂનાગઢ આવ્યો હતો. ત્યારે ગીરનારના 10 હજાર પગથિયાં ચઢ્યો હતો. આ પર્વત પર્યાવરણને મજબૂત રાખે છે. હમણાં ખબર પડી કે હવે ત્યાં રોપ-વે પણ છે. આગામી દિવસોમાં જૂનાગઢમાં 1000 દિકરીની ક્ષમતાવાળી સમરસતા હોસ્ટેલ બનનાર હોવાની વીગતો પણ આપી હતી.

સાથે પોતે પણ મુંબઇમાં હોસ્ટેલમાં રહીનેજ ભણ્યા હોવાનું કહ્યું હતું. તેમણે ગુજરાત સરકાર 6 લાખ સુધીની સ્કોલરશીપ આપતી હોવાથી પોતે પણ કેન્દ્ર સરકાર દ્વારા અપાતી અઢી લાખ રૂપિયાની મર્યાદા વધારીને 6 લાખ કરવા ભલામણ કરનાર હોવાનું જણાવ્યું હતું. તો ગુજરાતમાં પાટીદારોની ઓબીસીમાં સમાવવાની માંગણીને પોતાની રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ટેકો આપતી હોવાનું અને આગામી દિવસોમાં પાર્ટીનું જૂનાગઢમાં એકમ શરૂ થવા જઇ રહ્યાનું પણ જણાવ્યું હતું. આ તકે તેમણે અગાઉ ડ્રગ્સના બંધાણીઓને જેલમાં ધકેલવાને બદલે નશા મુક્તિ કેન્દ્રમાં રાખવાના કાયદાની તજવીજ માટે કરેલી જાહેરાતને ફરી દોહરાવી હતી.

કૃષિ કાયદા મામલે સરકાર બેકફૂટ પર નથી: આઠવલે
કૃષિ કાયદો પાછો લેવા અંગે આઠવલેએ કહ્યું હતું કે, આ મામલે સરકાર બેક ફૂટ પર નથી. પણ જો એક કાયદો પાછો ખેંચીશું તો બીજા કાયદા પાછા ખેંચવા પણ બધા સીંધુ બોર્ડરે બેસશે એવી ભિતી હતી. આમાં તો મોદીનું કદ ઉલ્ટાનું વધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...