વાવેતર:મગફળીમાં મુંડા હોય તો બાવળ, બોરડી, સરગવો, લીમડા નજીક કેરોસીનવાળા પાણીનો છંટકાવ કરવો

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ખેતીવાડી અધિકારીએ મગફળીમાં મુંડા સામે ઉપાયો બતાવ્યા

જિલ્લાના મોટા ભાગનાં વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. મગફળીના પાકમાં ધૈણ એટલેકે, મુંડા નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળે છે. આથી તેની સામે બચવાના ઉપાયોગ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સુચવાયા છે.

જિલ્લ ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ, મુંડા સામે રક્ષણ મેળવવા પાક અને જીવાતની પરિસ્થિતિ અનુસાર વરસાદ બાદ પુખ્ત ઢાલીયા ધૈણ રામ બાવળ, બોરડી, સરગવો કે લીમડાના પાન ખાય છે. આથી ઝાડના ડાળા હલાવી ઢાલીયા વીણી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી તેનો નાશ કરવો. શેઢે-પાળેના ઝાડ પર કાર્બારીલ (50 વેટેબલ પાવડર) 40 ગ્રામ અથવા ક્વીનાલફોસ (25 ઇસી) 25 મીલી દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

પ્રકાશ પીંજર ગોઠવી, ઢાલીયા એકઠા કરી તેનો નાશ કરવો. તે માટે ખેડૂતો એ ખેતરમાં લેમ્પ ગોઠવી નીચે દવાવાળું તથા કેરોશીન વાળું પાણી રાખવાથી રાત્રે પુખ્ત ઢાલીયા પ્રકાશ સામે આકર્ષાયને નીચે રહેલ પાણીમાં પડીને નાશ પામે છે. ઊભા પાકમાં ઉપદ્રવ જોવા મળે ત્યારે ક્લોરપાયરીફોસ (20 ઇસી) અથવા ક્વીનાલફોસ (25 ઇસી) 25 મીલી દવા હેકટરે 4લીટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપે ટીપે આપવાથી ધૈણનો ઉપદ્વવ ઓછો થાય છે.

અન્ય સમાચારો પણ છે...