સેવાભાવીની નેમ:ઇશ્વરનો સાથ રહ્યો તો જૂનાગઢમાં એક પણ ઝૂપડું નહિ રહેવા દઉં

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તુટેલા ઝૂપડાના સ્થાને પાકું મકાન બનાવી આપનાર સેવાભાવીની નેમ

ગયા મહિને પડેલા ભારે વરસાદના કારણે જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં એક ગરીબ પરિવારનું ઝૂપડું ભાંગી, તૂટી ગયું હતું અને પરિવાર રસ્તા પર આવી ગયો હતો. ત્યારે શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ આ નોધારા પરિવાર માટે આધારરૂપ બન્યું હતું. સંસ્થા દ્વારા ગરીબ પરિવારને પાક્કું મકાન બનાવી આપવામાં આવ્યું છે.

આ ગૃહ પ્રવેશનું ઉદ્ધાટન-લોકાર્પણ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી પી.પી. સ્વામિ, કુંજ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ તકે સમસ્ત બ્રહ્મ સમાજના જૂનાગઢ જિલ્લા પ્રમુખ કે.ડી. પંડયા, શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોશી,સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ પ્રમુખ છેલભાઇ જોશી, ટ્રસ્ટી હસુભાઇ જોશી, મુકેશભાઇ મહેતા,કોર્પોરેટર આરતીબેન જોશી, મહિલા પ્રમુખ રૂપલબેન લખલાણી વગેરેની ઉપસ્થિતી રહી હતી.

જ્યારે શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના આશિષભાઇ રાવલે જણાવ્યું હતું કે, આતો હજુ શરૂઆત છે. ઇશ્વરનો સાથ રહ્યો તો જૂનાગઢમાં એકપણ ઝૂપડું રહેવા નહિ દઉં. જૂનાગઢને ઝૂપડા મુક્ત કરવાની મારી નેમ છે. કાર્યક્રમને સફળ બનાવવા કિશોરભાઇ ખંભોળીયા, રાજુભાઇ વ્યાસ, પ્રશાંતભાઇ પુરોહિત, હર્ષદભાઇ જાની, કિશોરભાઇ જાની, કાળુભાઇ ગોહેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...