ભારતી આશ્રમ વિવાદ:આશ્રમ માટે જે કંઈ કરવું પડશે તે કરીશ; હરિહરાનંદ ભારતી બાપુ

જુનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરખેજનો આશ્રમ બ્રહ્મલીન ભારતી બાપુએ મારા નામે કર્યો છે
  • મેં કોઇ સ્ત્રીનું અપમાન કર્યું જ નથી અને કરવાનો પણ નથી

જૂનાગઢના ભવનાથ સ્થિત ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુ જૂનાગઢ પરત ફર્યા છે. પરત આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે, સરખેજ આશ્રમ માટે જે કંઇ કરવું પડશે તે કરીશ. અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદના પગલે બ્રહ્મલીન ભારતી બાપુના શિષ્ય અને જૂનાગઢ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુ ગૂમ થઇ ગયા હતા. જોકે, તે મળી આવ્યા બાદ જૂનાગઢ પરત ફર્યા છે.

જૂનાગઢમાં તેમણે જણાવ્યું હતું કે, મારા સામે આક્ષેપો થઇ રહ્યા છે પરંતુ મેેં કોઇ નારીનું અપમાન કર્યું નથી. નારી તુ નારાયણી, નારી રતનની ખાણ છે. નારી પૂજનિય છે. માતા વિના બાળકનો જન્મ થઇ શકે? માટે ઠિક છે કોઇએ કહ્યું હોય, પરંતુ મે ક્યારેય નારીનું અપમાન કર્યું નથી અને કરવાનો પણ નથી.

બીજી ખાસ વાત એ છે કે, મારા ગુરૂ બ્રહ્મલીન ભારતી બાપુએ સરખેજ સ્થિત ભારતી આશ્રમ મારા નામે કર્યો છે.માટે સરખેજના ભારતી આશ્રમ માટે જે કરવું પડશે તે કરીશ. આમ, કરોડો રૂપિયાની સંપત્તિ માટે ચાલતો વિવાદ હવે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે સંપત્તિ માટેની સંતોની આ લડાઇમાં હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...