કોરોના મહામારી સમયે લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. આ સમયે શાળા- કોલેજો ઉપરાંત ધંધા રોજગારો પણ સદંતર બંધ રહ્યાં હતા. જો કે, લાંબા સમય બાદ સ્થિતી થાળે પડી હતી. પરંતુ બધુ રાબેતા મુજબ શરૂ થતા મોંઘવારીનો દર એકદમ વધી ગયો હતો. આ સમયે કાગળના ભાવમાં પણ વધારો થયો હતો. જેમની સિધી અસર વાલીઓના ખીસ્સા પર પડી છે. કારણ કે બુક્સ બનાવતી કંપનીઓએ જુના ભાવના કાગળમાં પ્રિન્ટીંગ કરી નાંખ્યું હતું. જો કે, ફરી વખત શાળા- કોલેજો બંધ થઈ હતી. અને આ પુસ્તકો કંપનીમાં જ પડ્યા રહ્યાં હતા.
બાદમાં શિક્ષણ ઓફલાઈન થતા શાળાઓ ધમધમતી થઈ હતી. પરંતુ કંપનીને જાણે નાણાં જ ખંખેરવા હોય એમ જુના ભાવની પ્રિન્ટ પર નવા ભાવનું લેબલ લગાવી જે તે વિક્રેતાને ત્યાં વેંચાણ અર્થે મોકલી દીધું છે. જેથી વેપારીઓ પણ મુંઝવણમાં મુકાયા છે. કારણકે, કંપનીનાં મુળ પ્રિન્ટીંગ પ્રાઈઝની જગ્યાએ જાણે ફરી વખત હાથથી ચોંટાડેલા હોય એવા લેબલ જોવા મળી રહ્યાં છે.
કંપનીના આ નિર્ણયથી બુક સ્ટોલ ધારકોને પણ ક્યાંકને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે. કારણકે કમિશન તો નવા ભાવ મુજબ જ વસુલવામાં આવી રહ્યું છે. આ વાત પરથી એવુ કહી શકાય કે, કંપની બુક સાચવવાનું ભાડુ વાલીઓ અને દુકાનદારો પાસેથી વસુલી રહી છે.
વાલીઓ અને દુકાનદારો વચ્ચે રકઝક
જૂના ભાવની બુક પર પોતાની રીતે બનાવેલી ભાવના લેબલ લગાવી દેવાયા છે. ત્યારે જ કોઈ વાલીઓ બુકની ખરીદી કરવા આવે છે ત્યારે આ લેબલને લઈ દુકાનદારને પૂછે છે. તે સમયે બંને વચ્ચે ઘર્ષણ થતુ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
બધુ કંપની જ કરે છે: વિક્રેતા
આ અંગે એક વિક્રેતાએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, અમે અહીંયા કોઈ પણ લેબલ લગાવતા નથી. કંપની પાસે જે જુનો સ્ટોક પડ્યો હોય. તેના પર તે જ ટીકડા મારીને મોકલે છે. અને એ મુજબ જ અમારી પાસેથી કમીશન વસુલે છે. અમારી પાસે જુની બુક પડી હોય તો અમે તો એ ભાવે જ વેંચી નાંખીયે છીએ. જો કે, સરકારી ટેક્સ બુકના ભાવમાં કોઈ વધારો થયેલ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.