તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરજમાં રૂકાવટ:'હું પ્રેસ રીપોર્ટર છું, માસ્‍કનો દંડ નથી ભરવો તારાથી થાય તે કરી લેજે' તેમ કહી પોલીસકર્મીનો કોલર પકડી ધમકી આપી

વેરાવળ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્કોટ અને પાટણના શખ્સ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ

'હું પ્રેસ રીપોર્ટર છું માસ્‍કનો દંડ નથી ભરવો તારાથી થાય તે કરી લેજે' તેવા શબ્‍દો રાજકોટ અને પાટણના શખ્‍સોએ સોમનાથ સાંનિઘ્‍યમાં ગુડલક સર્કલે માસ્‍ક અંગે ચેકીંગ કરી રહેલ પોલીસ કર્મચારીને બોલી ગેરવર્તન કરી મારી નાંખવાની ઘમકી આપી હતી. આ મામલે પોલીસ કર્મચારીએ બંન્‍ને શખ્‍સો સામે ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ નોંઘાવતા પોલીસે ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે.

પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતોનુસાર કોરોના મહામારી અનુસંઘાને સરકારના જાહેરનામા મુજબ માસ્‍ક ન પહેરેલ વ્‍યકિતઓ સામે દંડનીય કાર્યવાહી કરવા બાબતે ડ્રાઇવ હાથ ઘરવામાં આવી હતી. જેમાં પ્રભાસપાટણ પોલીસ સ્‍ટાફના ચંદુભાઇ ચુડાસમા, સલીમ સાંઘ, પ્રવિણભાઇ પરમાર સહિતના સોમનાથ હાઇવે પર ગુડલક સર્કલ પર માસ્‍ક ચેકીંગની કામગીરી કરી રહેલ દરમ્‍યાન સ્‍વીફટ ડીઝાયર કાર પસાર થઇ રહેલ જેને રોકાવી ચેક કરતા તેમાં બેસેલા એક શખ્‍સએ માસ્‍ક પહેરલ ન હતુ.

જેથી તે અંગે સ્‍થળ દંડ ભરવાનું પોલીસ સ્‍ટાફે કહેતા કારમાં બેસેલ વ્‍યકિતએે કહ્યું હતું કે, 'હું પ્રેસ રીપોર્ટર છું અમારે માસ્‍કનો દંડ નથી ભરવો' અને તારાથી થાય તે કરી લેજે. આ સમયે કારમાં અન્‍ય એક શખ્‍સએ ઉતરી મોબાઇલથી ફોટા વિડીયો ઉતારવાનું શરૂ કરતા તેને સ્‍ટાફે રોકતા બંન્‍ને શખ્‍સોએ પોલીસકર્મીનો કોલર પકડી અપશબ્‍દો ભાંડી ગેરવર્તન કરી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. પટા-ટોપી ઉતરાવી નાખવાની ધમકી આપતા અન્‍ય હાજર હોમગાર્ડ અને સ્‍ટાફએ બંન્‍ને શખ્‍સોને પકડી લીઘા હતા.

આ અંગે પીઆઇ એન.એમ.આહીરએ જણાવેલ કે, બંન્‍નેની પુછપરછ કરતા સંદીપ જેન્‍તીભાઇ ઠકકર (ઉ.વ.24)રહે.શિવનગર, દોશી હોસ્‍પીટલ-માલવીયા ચોક પાસે- રાજકોટ તથા કૃણાલ મુકેશભાઇ શાહ (ઉ.વ.24) રહે.પાટણ લખીયારવાડો રોડ-પાટણના હોવાનું જણાવેલ હતુ. પોલીસકર્મી ચંદુભાઇ ચુડાસમાની ફરીયાદના આઘારે સંદીપ અને કૃણાલ બંન્‍ને શખ્‍સો સામે પોલીસે ફરજમાં રૂકાવટની આઇપીસી કલમ 186, 504, 506(2), 114 મુજબ ગુનો નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે. પકડાયેલ શખ્‍સ પાસે કોઇ વિકલી પેપરનું કાર્ડ હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો