આ વર્ષે હુતાશની પ્રગટાવવાના મામલે જુદા જુદા મત પ્રવર્તે છે. આથી શ્રીમદ્ ભાગવદ્ગીતાના વાક્ય तस्मात शास्त्रं प्रमाणम् એ વાક્ય મુજબ નિર્ણય લેવો ઉચિત છે. એમ જૂનાગઢના જ્યોતિષાચાર્ય સતીષભાઈ ભટ્ટે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શાસ્ત્રોક્ત સિદ્ધાંતો મુજબ હુતાશણી એટલે કે, હોલિકા દહન તા. 6 માર્ચ 2023 ના સોમવારે રાત્રે જ કરવું જોઈએ. એક મત એવો છે કે, ભદ્રા છે એટલે ન કરાય. પરંતુ નિર્ણય સાગર અને અન્ય ગ્રંથોનો અભ્યાસ કરી નિર્ણય લેવામાં આવે તો સોમવાર તા. 6 માર્ચ 2023 ના રોજ હોલિકા દહન શાસ્ત્ર સંમત છે. તે દિવસે ભદ્રા છે, પરંતુ તેનો વાસ સ્વર્ગમાં છે. સ્વર્ગની ભદ્રા શુભત્વ આપે છે.
વિશેષમાં वन्है वन्ही परित्यजेत :
આથી એકમ પ્રતિપદા ના દિવસે હોલિકા દહન ન થાય. બીજા દિવસે પૂર્ણિમા સાયંકાળે 18:11 સુધી જ છે. આથી પ્રતિપદાના દિવસે ત્યાજ્ય છે. આમ તા. 6 માર્ચે સાંજે 7 વાગ્યા બાદ શુક, બુધ, ચંદ્ર હોરા રાત્રે 9:30 સુધીમાં પ્રગટાવવી શાસ્ત્ર સંમત છે. આમ હોલિકાનું પૂજન દહન સાયંકાળે જ કલ્યાણકારી છે. દિવસમાં હોલિકાનું પૂજન થાય તો તેનાથી દુઃખ પ્રાપ્ત થાય છે. એ રીતે બીજા દિવસે તા. 7 માર્ચ 2023 ના મંગળવારે ધૂળેટી પર્વ ઉજવી શકાય.
હોલિકા દહનની શાસ્ત્રોક્ત વિધિ
હોલિકા દહનમાં ભદ્રા મુખનો ત્યાગ કરી દહન વખતે વચ્ચે શેરડીનો સાંઠો, સોપારી રાખવા અને શુભ મુહૂર્તમાં પ્રગટાવી શંખધ્વનિ કરવો.
હોળીની રાખ ચોળીને સ્નાન કરી શકાય
હોળીને શાંત કરવા માટે ગાયના દૂધ-ઘીનો ઉપયોગ કરવો. રાખની પૂજા કરી બીજા દિવસે આખા શરીરને ચોળીને સ્નાન કરવાથી શારીરિક માનસિક રોગો સામે રક્ષણ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.