તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોસ્ટના એજન્ટના નામે ફૂલેકું ફેરવનાર પતિ,પત્નિ, પુત્ર જેલ હવાલે

જૂનાગઢ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રિમાન્ડ દરમિયાન મિલકત વેંચી નાણાં ચૂકવવાની વાતો કરી હતી
 • મિલકત સાટા ખત કરી દીધી હોવાનું જાણવા મળ્યું

પોસ્ટના એજન્ટના નામે લાખ્ખો રૂપિયાનું ફુલેકું ફેરવનાર પતિ,પત્નિ અને પુત્રની ત્રિપુટીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યા છેે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોસ્ટના એજન્ટના નામે લોકો પાસેથી બચતના નાણાં પડાવી લાખ્ખો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ભરત પરમાર, પત્નિ ભાવનાબેન પરમાર અને પુત્ર તુષાર પરમારને ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરતા 7 દિવસ અને બાદમાં વધુ 3 દિવસ મળી 10 દિવસના રિમાન્ડ લીધા હતા.

રિમાન્ડ દરમિયાન પોતાની મિલકત વેંચી ગરીબોના નાણાં ચૂકવી આપવાની વાતો કરી હતી. જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તેમણે પોતાની મોટાભાગની મિલકતોના સાટા ખટ કરી આપ્યા છે. હવે કોર્ટ મેટર હોય કોર્ટના ચૂકાદા પ્રમાણે કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો