તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પૂર્વ મેયરના પુત્રની હત્યાનું કાવતરૂં ઘડનાર ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ ઝડપાયો

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
હત્યામાં સંડોવાયેલા તમામ શખ્સો ઝડપાઇ ગયા - Divya Bhaskar
હત્યામાં સંડોવાયેલા તમામ શખ્સો ઝડપાઇ ગયા
  • મુખ્ય આરોપીને એલસીબીએ મધ્યપ્રદેશથી દબોચ્યો
  • રાજકિય હત્યા નથી, જૂના મનદુ:ખમાં હત્યા : એસપી, 10 દિથી આયોજન કરતા હતા, માત્ર હાથ પગ ભાંગવા હતા, સંજયે કહ્યું હતુ હું ન હોય ત્યારે હુમલો કરજો

જૂનાગઢના કોંગ્રેસના પૂર્વ મેયરના પુત્રની હત્યા પ્રકરણમાં 6 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે કાવતરૂં ઘડનાર મુખ્ય આરોપીને મધ્યપ્રદેશથી દબોચી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના કોંગ્રેસના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની 2 જૂન સવારે 11 વાગ્યે હત્યા કરી આરોપી નાસી છૂટ્યા હતા. બાદમાં રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને ટીમે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન હત્યા કરનાર 3 આરોપીને રાજકોટ તાલુકા પોલીસે ઝડપી લઇ જૂનાગઢ એસઓજીને સોંપ્યા હતા. જ્યારે હત્યાનું કાવતરૂં ઘડનારો મુખ્ય સૂત્રધાર ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ સંજય ઉર્ફે બાડીયો સુરેશભાઇ ઉર્ફે દુલાભાઇ સોલંકીને મધ્યપ્રદેશના ટીકરી ગામેથી દબોચી લીધો હતો. દરમિયાન એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, સંજય બાડીયાનું 10 દિવસથી પ્લાનિંગ ચાલતું હતું જેમાં માત્ર હુમલો કરી માત્ર હાથ, પગ ભાંગવાનું જ નક્કી થયું હતું. સંજય બાડીયાએ જણાવ્યું હતું કે, હું બહારગામ જાઉં ત્યારે હુમલો કરવાનો છે. જોકે, બાદમાં હુમલો હત્યામાં પલટાયો છે.

આ રાજકીય હત્યા નથી, જૂના મનદુ:ખમાં હત્યા થઇ છે. જ્યારે જ્યાં સુધી પુરાવા નહિ મળે ત્યાં સુધી શકમંદોને પકડવામાં નહિ આવે. કુલ 6 માંથી 4ને મર્ડરમાં, 1 ને બાતમી આપનારમાં અને સંજય બાડીયાને કાવતરૂં ઘડનાર મુખ્ય આરોપી તરીકે ઝડપી લેવાયા છે.

રાજ્યમાં મેસેજ કર્યા હતા
હત્યાને અંજામ આપનાર અને કાવતરૂં ઘડનારના નામ, વર્ણન સાથેના મેેસેજ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં મોકલી દેવાયા હતા. પરિણામે રાજકોટ પોલીસે 3ને ઝડપી લીધા હતા જ્યારે 1ને મધ્યપ્રદેશના ટીકરી ગામે હોવાની બાતમી મળતા જૂનાગઢ એલસીબીએ ટીકરી જઇ આરોપીને ઝડપી લીધો હતો.

મહિલા કોર્પોરેટરનો રોલ નથી
અગાઉ પણ બન્ને પક્ષ વચ્ચે મારામારી થતા ગુનો દાખલ થયો હતો. જેના રોલ ન હોય તેના પણ ખોટા નામ ફરિયાદમાં આપ્યા હતા. દરમિયાન મહિલા કોર્પોરેટર કે અન્ય રાજકીય વ્યક્તિનો આમાં રોલ નથી. > રવિતેજા વાસમ શેટ્ટી, એસપી.

અન્ય સમાચારો પણ છે...