અકસ્માત:કેશોદના બાલાગામના પાટીયા પાસે કાર પલ્ટી જતા પતિનું મોત પત્નીને ઇજા પહોંચી

કેશોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અચાનક ટાયર ફાટતા કાર પરનો કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં દંપતી ખંડિત થતા શોકની લાગણી પ્રસરી

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામના પાટીયા પાસે કારનું ટાયર ફાટતા કાર પલ્ટી મારી ગઇ હતી. જેમાં પતિનું મૃત્યુ નિપજેલ જ્યારે પત્નીને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં દંપતી ખંડિત થતા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ માંગરોળમાં રહેતા પ્રકાશભાઈ ડાયાભાઇ પરમાર (ઉં.વ.68) અને તેના પત્ની માંગરોળથી જીજે 27 બીએલ 9216 નંબરની અલ્ટો કારમાં કેશોદ તરફ આવી રહ્યા હતા. ત્યારે તેઓ બાલાગામના પાટીયા પાસે પહોંચેલા એ સમયે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું. જેના લીધે કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં પ્રકાશભાઈ પરમારને ગંભીર ઇજાઓ થતાં તેઓને ઇમરજન્સી 108 સેવાની એમ્બ્યુલન્સમાં જૂનાગઢ સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ હતુ. જ્યારે તેમના પત્ની જોશનાબેનને ઇજાઓ થઈ હતી.

આ અકસ્માતથી શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ અંગે કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત બાદ 108 નો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને આ દંપતિનો ચેન, મોબાઈલ સહિત 87 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો જે 108 ના સ્ટાફે દંપતીના પુત્રને સોંપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...