તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Husband And Wife Beat Cattle Saying Why Do You Look At A Woman Going To Fetch Fodder In Agtaray Village Of Keshod In Front Of Our House

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:કેશોદના અગતરાય ગામે ઘાસચારો લેવા જતી મહિલાને તું કેમ અમારા ઘર સામે જુએ છે કહી પતિ-પત્‍નીએ ઢોર મારમાર્યો

કેશોદ17 દિવસ પહેલા
 • પોલીસે આઇપીસી અને એટ્રોસીટી એકટની કલમો હેઠળ ગુનો નોંઘી તપાસ હાથ ઘરી
 • અગતરાય ગામની મહિલાઓએ સુત્રોચ્‍ચાર સાથે રેલી કાઢી ન્‍યાયની માંગણી કરી

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામે ગઇકાલે ગુરૂવારે બપોરના સમયે ગાય માટે ઘાસચારો લઈ રસ્તા પર જઇ રહેલ મહિલાને તું કેમ અમારા ઘર સામે જુએ છે તેવું કહી પતિ-પત્‍નીએ ઢોર માર માર્યો હતો. મહિલાને માર મારતો ઘટનાનો સાત સેકન્ડનો વીડિયો પણ વાયરલ થયો છે. આ મામલે પોલીસે પતિ-પત્‍ની સામે આઇપીસી અને એટ્રોસીટી એકટની કલમો હેઠળ ગુનો નોંઘી કાર્યવાહી હાથ ઘરી છે.

મહિલાને એમ્‍બ્‍યુલન્‍સ મારફતે સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડી

કેશોદ તાલુકાના અગતરાગ ગામે રહેતા રમા દાફડા તેમની ગાય માટે ચારો લઈને ઘરે જઈ રહ્યાં હતા. ત્યારે ગામ નજીક આવેલ મંગલપુરના પાટીયા પાસે કાના નામના શખ્સે અને તેની પત્નીએ તું કેમ અમારા ઘર સામે જુએ છે તેવું કહી મહિલાને ઢોર માર મારી જ્ઞાતિ પ્રત્‍યે હડઘુત કરી અપશબ્‍દો ભાંડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. પતિ-પત્‍ની માર મારી રહ્યાં હતા ત્‍યારે અન્‍ય લોકો આવી જતા મહિલાને છોડાવી 108 એમ્‍બ્‍યુલન્‍સ મારફત સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડી હતી. હોસ્પિટલના બિછાનેથી મહિલા રમા દાફડાએ અગતરાયના કાના મેર તથા તેની પત્‍ની સામે ફરીયાદ નોંઘાવતા પોલીસે આઇપીસી કલમ 294(ખ), 342, 323, 506(2), 114 તથા એટ્રોસીટી એકટની કલમો હેઠળ ગુનો નોંઘી વઘુ તપાસ ડીવાયએસપીએ હાથ ઘરી છે.

ગામની મહિલાઓએ ન્યાય માટે સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યો

પીડિત મહિલાને કેશોદ હોસ્પિટલમાંથી વઘુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવી છે. અગતરાય ગામે બીજા દિવસે ગામની મહિલાઓએ ન્યાય માટે સૂત્રોચ્ચાર કરતી કરતી રેલી સ્‍વરૂપે રોડ પર પહોંચી ચક્કાજામ કર્યો હતો. જેના પગલે દલિત સમાજના આગેવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ચક્કાજામના પગલે જુનાગઢ ડીવાયએસપી કાફલા સાથે સ્થળ પર પહોંચી આરોપીને સત્‍વરે ઝડપી લેવાની ખાત્રી આપી હતી. તેથી મહિલાઓનું ટોળું વિખેરાઇ ગયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો