વાવાઝોડાની તબાહી:સોરઠમાં વાવાઝોડાથી 10,48,280 વૃક્ષોને નુકસાન

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
નેશમાં 32 લાખની સહાય, ત્યારે અહીંના લોકોને મામલતદારને આશિર્વાદ આપ્યા હતા. - Divya Bhaskar
નેશમાં 32 લાખની સહાય, ત્યારે અહીંના લોકોને મામલતદારને આશિર્વાદ આપ્યા હતા.
  • તાઉતે વાવાઝોડાના કારણે જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં આવેલ મોટાભાગના ફળાઉ બગીચાનો સફાયો
  • સરકારનાં પરિપત્ર મુજબ ખેડૂતોને સહાયની રકમ મળતી નથી : કોંગ્રેસ

જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં આવેલ તાઉતે વાવાઝોડાએ ભારે તબાહી નોતરી છે. ઘરવખરી, કાચા, પાકા મકાનો, વિજપોલ, વૃક્ષો, પશુધન વગેરેને તો ભારે નુકસાન થયું છે. સાથોસાથ બન્ને જિલ્લામાં આવેલ મોટાભાગના ફળાઉ બગીચાનો પણ સફાયો થઇ ગયો છે. પરિણામે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો 48,280 વૃક્ષોને નુકસાન થયું છે. આમાં આંબા, ચિકુ, દાડમ, નારીયેલી અને લીંબુના ઝાડનો સમાવેશ થાય છે. બીજી તરફ ગિરસોમનાથ જિલ્લાના નાયબ બાગાયત નિયામક અલ્પેશભાઇ દેત્રોજાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં 10,00,000થી વધુ વૃક્ષો નાશ પામ્યા છે.

આમ બન્ને જિલ્લામાંથી મળી કુલ 10,48,280 વૃક્ષોને નુકસાન થયું છે. બીજી તરફ સરકાર દ્વારા વાવાઝોડાનું સર્વે કરીને નુકસાન માટે જે સહાયની રકમ જાહેર કરવામાં આવી છે તે પૂરતી ગણાય ખરી? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. દરમિયાન તપાસ કરતા જાણવા મળ્યું કે, જમીન સંપાદન પુન: સ્થાપન અને પુનર્વસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિનિયમ 2013 હેઠળ વૃક્ષોની કિંમત નક્કી કરવામાં આવી છે. આ અંગે મહેસુલ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા 12 જાન્યુઆરી 2021ના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં દરેક ફળાઉ ઝાડની કિંમત નક્કી કરવામાં આવી છે.

આ કિંમતો પર નજર કરીએ તો આંબાના ઝાડની કિંમત 14,000થી 40,000, ચિકુના ઝાડની કિંમત 13,500થી 38,400, લીંબુના ઝાડની કિંમત 2,000થી 5,000, જામફળના ઝાડની કિંમત 9,000 થી 20,000, દાડમના ઝાડની કિંમત 2,000 થી 4,000, નાળીયેરીના ઝાડની કિંમત 4,000થી 20,000, કેળાના ઝાડની કિંમત 1,500 નક્કી કરવામાં આવી છે.

આમ, સરકારના એક વિભાગ દ્વારા ફળાઉ વૃક્ષોની આટલી કિંમત દર્શાવાય છે. બીજી તરફ જૂનાગઢ અને ગિર સોમનાથ બન્ને જિલ્લામાં મળી 10,48,280 વૃક્ષોને નુકસાન થયું છે ત્યારે જે વળતર ચૂકવાય છે તે વાજબી છે ખરૂં? તે પણ તપાસનો વિષય છે. ત્યારે ફળાઉ ઝાડના નુકસાન સામે સરકારી ભાવ મુજબ જ વળતર આપવું જોઇએ તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

મહેસુલ વિભાગે આંબાના ઝાડના 14,000 થી 40,000, ચિકુના 13,500થી 38,400, લીંબુના 2,000થી 5,000, નાળિયેરીના 4,500થી 20,000, કેળાના ઝાડના 1,500, જામફળના 9,000 થી 20,000 અને દાડમના 2,000 થી 4,000નો ભાવ નક્કી કર્યો

દરેક તાલુકામાં 50,000 કરોડનું નુકસાન, સરકારે વળતર આપ્યું માત્ર 1,500 કરોડ!!
દરેક તાલુકામાં અંદાજે 50,000 કરોડનું નુકસાન થયું છે.બીજી તરફ કેન્દ્ર સરકારે 1,000 કરોડ અને રાજ્ય સરકારે 5,00 કરોડ મળી કુલ 1,500 કરોડનું વળતર (સહાય) જાહેર કરી છે. ત્યારે આ સહાય નહિ પરંતુ ખેડૂતોની મશ્કરી છે. સરકાર ખેડૂતોને પડ્યા પર પાટુ મારી રહી છે. બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી 85 ટકા સર્વેનો દાવો કરે છે. ત્યારે સર્વે હેલીકોપ્ટરમાં બેસીને ન થાય, મારી સાથે ચાલો જમીન પર જઇ લોકોને મળી સર્વે કરીએ. આ તો સર્વે નહિ માત્ર નોંધણી થઇ છે. > પાલભાઇ આંબલીયા, ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન.

મકાન
22907ને અસર થઇ.
3000થી વધુને સહાય ચુકવાઇ.
25000 રૂપિયા એક ઘરદીઠ અપાયા.

સ્થળાંતર
32538ને અસર થઇ.
31554થી વધુને સહાય ચુકવાઇ.
1.78 કરોડ રૂપિયા એક ઘરદીઠ અપાયા.

પશુ
852 પશુને અસર થઇ.
225ને સહાય ચુકવાઇ.
72 લાખ ચુકવાયા. 3000 પશુનાં મોત.

પશુનાં શેડ
1511 ને નુકસાની પહોંચી.
776ને સહાય ચુકવાઇ.
392 લાખ ચુકવાયા.

નેશ વિસ્તાર
369 લોકોને
અસર થઇ.
2.22 લાખ રૂપિયાની રોકડ ચુકવાઇ.

ઘરવખરી
21105 લોકોને ઘરવખરીને અસર.
15900 ને સહાય.
7000 રૂપિયા એક ઘરદીઠ અપાયા.

વિજ પુરવઠો
વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, તાલાલામાં 100 ટકા કામ પૂર્ણ.
ઊનામાં 78માંથી 9 ગામમાં લાઇટ.
ગીરગઢડાનાં 58માંથી 8 ગામમાં લાઇટ.

અન્ય સમાચારો પણ છે...