મહામહેનતે:ગિરનારનાં 1100 પગથિયા પરથી વિશાળ પથ્થર દુર કરાયો

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહામહેનતે પથ્થર હટાવી બાજુમાં રાખ્યો

ગિરનારની સીડી ઉપર પડેલો વિશાળ પથ્થર દુર કરવામાં આવ્યો હતો. પથ્થર હટાવતા રસ્તો ખુલ્લો થયો છે. ગિરનાર પર્વત વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદનાં કારણે અનેક જગ્યાએ સીડીને નુકસાન થયું છે. સીડીની બાજુની સાઇડ તુટી જવાથી જોખમ ઉભુ થયું છે.

આ ઉપરાંત વરસાદનાં કારણે 1100 પગથિયા પરવિશાળ પથ્થર પડ્યો હતો,જેના કારણે સીડી પરનો રસ્તો રોકાઇ ગયો હતો. રસ્તો ખુલો કરવા માટે વિશાળ પથ્થર હટાવ્યો હતો. મહામહેનતે પથ્થર દુર થયો હતો. જોકે હજુ અનેક જગ્યાએ સીડી તુટેલી છે, તે વહેલી તકે રીપેર કરવાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...