ગુજરાત રાજ્યની 7 યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રાધ્યાપકોએ ઇતિહાસ રચ્યો છે. સૌપ્રથમ વખત અંગ્રેજી શબ્દ ભંડોળની પેટન્ટની નોંધણી કરાવી છે. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં અંગ્રેજી ભાષાના વરિષ્ઠ અધ્યાપકો તેમજ શૈક્ષણિક ટેકનોલોજીમાં જેનું આગવું પ્રદાન છે.
એવા મારવાડી યુનિવર્સિટીના ડો. દિપક મશરૂ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી બોર્ડના ચેરમેન ડો. ઇરોસ વાજા,બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલગુરૂ પ્રો. અમિબેન ઉપાધ્યાય, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદી,ગુજરાત યુનિવર્સિટીના યુજીસી:એચઆરડીસીના ડિરેકટર પ્રો. જગદિશભાઇ જોષી, ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણ વર્મા યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વડા પ્રો. કાશ્મીરાબેન મહેતા અને ગુજરાત યુનિવર્સિટી અંગ્રેજી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો. દુષ્યંતભાઇ નિમાવતે નોંધાવેલ પેટન્ટ આર્ટિફિસીઅલ ઇન્ટેલીજન્સ બેસ્ટ વોકેબ્યુલરી એક્વાયરીંગ એપરેટસ ભારત સરકારની ઓફિશ્યલી જર્નલ ઓફ ધ પેટન્ટમાં પ્રકાશિત થઇ છે.
આ પેટન્ટ ખાસ કરીને અંગ્રેજી ભાષા શિખનાર કોઇપણ વ્યક્તિના શબ્દ ભંડોળ સુદ્રઢ કરવામાં ઉપયોગી સાબિત થશે.અંગ્રેજી ભાષાનો હાઉ દૂર થશે અને વૈજ્ઞાનીક પદ્ધતિથી શિક્ષણકાર્ય સરળ અને ચોકસાઇ ભર્યું બની શકશે. અંગ્રેજી વિષયના પ્રાધ્યાપકો દ્વારા પેટન્ટની નોંધણી થઇ હોય તેવી આ સૌપ્રથમ ઘટના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.