તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારે થઇ, ભાગવું કઇ રીતે?:ગીરના જંગલમાં સિંહને જોઈને દીપડો ઝાડ પર ચઢી ગયો, સિંહ થોડો આઘોપાછો થતાં માંડ ભાગવાનો મોકો મળ્યો, ઘટના કેમેરામાં કેદ

જૂનાગઢ5 મહિનો પહેલા
તસવીર: ગીરના જંગલમાં ઝાડ પર ઉભેલો દીપડો અને નીચે ઉભેલો સિંહ નજરે પડે છે. - Divya Bhaskar
તસવીર: ગીરના જંગલમાં ઝાડ પર ઉભેલો દીપડો અને નીચે ઉભેલો સિંહ નજરે પડે છે.

ગિર જંગલમાં ઝાડ પર ઉભેલા દીપડા અને નીચે ઉભેલા સિંહ એકબીજા સામે જોઇને ઘૂરકિયાં કરતા હોય એવો ફોટો અને સાથે એક ઝાડ પરથી નીચે ઉતરીને ભાગતા દીપડાનો પીછો કરતા સિંહનો એક વીડિયો વાયરલ થયા છે. તાજેતરમાં જ બનેલી આ ઘટના ત્રણેક દિવસથી સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે.

વાયરલ થયેલા ફોટો અને વીડિયો એકજ બનાવના છે કે જુદા જુદા એ કળવું જોકે મુશ્કેલ છે. પણ વીડિયો માંડ ત્રણેક દિવસ પહેલાંજ કમલેશ્વર ડેમ નજીક સવારના સમયનો હોવાની ચર્ચાઓ ઉઠી છે. વાત જાણે એમ હતી કે, એક દીપડાએ હરણનું મારણ કર્યા બાદ તેને આરોગે એ પહેલાં સિંહ આવી જતાં તેણે મેદાન છોડવું પડ્યું હતું. સિંહ દર્શન માટેના રૂટ નં. 1, 3, 4 અને 7 નજીકનો આ વિસ્તાર હોવાનું જાણકારોનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો