તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર:જૂનાગઢ શહેરમાં કેટલી હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, હાઇરાઇઝ બિલ્ડીંગને ફાયર એનઓસી અપાયું ?

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ જણાવ્યું છે કે, શહેરમાં આવેલી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો પૈકી કેટલી હોસ્પિટલને ફાયર એનઓસી અપાયું છે, કેટલી બાકી છે અને જેને ફાયર એનઓસી આપ્યું છે તેમાંથી કેટલી હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીના પૂરતા સાધન છે જેની વિગત આપવી. આ ઉપરાંત કેટલી શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે શાળા, હોસ્ટેલો, કોલેજો પાસે ફાયર એનઓસી છે? જ્યાં એનઓસી આપી છે ત્યાં પૂરતા સાધાનો છે ખરા? આવી જ રીતે શહેરમાં આવેલ રેસીડેન્સીયલ એપાર્ટમેન્ટ પૈકી કુલ કેટલા હાઇરાઇઝ એપાર્ટમેન્ટને ફાયર એનઓસી મળી છે, તેમાંથી કેટલા પાસે પૂરતા સાધનો છે અને કેટલા બાકી છે? આ તમામ બાબતોનો રિપોર્ટ કરી આગામી સંકલન સમિતીની બેઠકમાં જવાબ રજૂ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...