વનમંત્રીને રજૂઆત:15 દિવસમાં સાવજોનું વેકેશન ઘટાડવા હોટલ સંચાલકોની માંગ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસણ અને આસપાસની હોટલ-રીસોર્ટના સંચાલકો વનમંત્રીને મળ્યા

સાસણ ગીરમાં સાવજોનું વેકેશન દર વર્ષે 16 જૂનથી લઇને 15 ઓક્ટોબર સુધીનું હોય છે. તેને ઘટાડીને 30 જુનથી 1 ઓક્ટોબર સુધીનું રાખવા સાસણ અને તેની આસપાસના હોટલ-રીસોર્ટના સંચાલકોએ વનમંત્રીને રજૂઆત કરી હતી. હોટેલ એસોસિએશન વનમંત્રીને મળ્યું હતું. એસોસિએશન ટોચના વન અધિકારીઓને પણ મળ્યું હતું. જેમાં મુકેશ મહેતા, હમીરભાઈ બારડ, બળવંત ધામી અને વિનુભાઈ તમામ સંબંધિત મંત્રીઓને મળ્યા હતા.

ચોમાસામાં સફારી બંધ થવાથી સાસણનું પ્રવાસન ચિંતીત છે. તમામને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી સફારી 30 જૂન સુધી લંબાવવા સાથે તેને 1 અક્ટોબરથી ખોલવા ભારપૂર્વક જણાવ્યું હતું. સાથેજ એક દિવસમાં માત્ર બે સફારી ચલાવવાની પણ માંગ કરી હતી. ૩ સ્લોટના કારણે આખો દિવસ વન્યજીવન પરેશાન થતા હોઇઇ તેથી બધી સફારીને બે સ્લોટમાં વહેંચવામાં આવે. અને સાથે વાહનની બેઠક ક્ષમતા વધારવા માટે પણ વિનંતી કરી હતી. મંત્રી અને અધિકારીઓએ તેમને ધ્યાનપૂર્વક સાંભળી 15 જૂન પહેલા તમામ પગલાં લેવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...