કામગીરી:3 ટનથી વધુ પ્લાસ્ટિક જંગલમાં જતા રોકનારનું સન્માન

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીલી પરિક્રમા દરમ્યાન પ્રકૃતિ મિત્રોએ કરી કામગીરી
  • એનજીઓ દ્વારા લાખ્ખોની સંખ્યામાં કાપડની થેલીનું વિતરણ કરાયું

પ્રકૃતિ મિત્ર એનજીઓ દ્વારા છેલ્લા નવ વર્ષથી લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ વર્ષે પણ લીલી પરિક્રમા દરમિયાન પ્રકૃતિ મિત્ર એનજીઓના સ્વયંસેવકોએ રૂપાયતન ખાતે પડાવ નાખીને લોકો પાસેથી પ્લાસ્ટિકની થેલી લઈને તેના બદલામાં કાપડની થેલીઓ આપી હતી. આ રીતે યાત્રિકો પાસેથી 3 ટન કરતાં પણ વધુ પ્લાસ્ટિક એકત્રિત કરીને જંગલમાં જતું રોકવામાં આવ્યું હતું. આ ઝુંબેશ માટે લાખોની સંખ્યામાં કાપડની થેલીઓ રાજુ એન્જિનિયર્સના રાજુભાઈ દોશી દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

પ્લાસ્ટિક મુક્ત પરિક્રમામાં રાત દિવસ મહેનત કરનાર પ્રકૃતિ મિત્રોનું પ્રકૃતિ મિત્રના પાયાના પથ્થર એવા રાજુ એન્જિનિયર્સના રાજુભાઈ દોશી દ્વારા રીટાની વાડીએ સન્માન કરવામાં આવ્યું હતું. આતકે રાજુભાઈની સાથે તેમના કુટુંબીજનો પલ્લભભાઈ, ઉત્સવભાઈ અને ચાંદનીબેનની પણ ઉપસ્થિતી રહી હતી.

સાથે ઉત્સવભાઈએ પ્લાસ્ટિકના કચરાના રિસાઇકલ વિશે અને તેમના ઉપયોગ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી અને આવતા વર્ષથી તેમના રિસાઇકલ માટે પણ એક પગથિયું આગળનું કામ કરીએ તેવી વિગતો પણ જણાવી હોવાનું પ્રકૃતિ મિત્ર સંસ્થાના ચેરપર્સન અને ફાઉન્ડર ડો. ચિરાગબેન ગોસાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...