તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:જૂનાગઢ શહેરના યુવાને બનાવ્યું હોમમેઇડ ઓક્સિજન ફ્લોમિટર

જૂનાગઢ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જરૂરિયાતમંદ લોકોને ફ્રિમાં બનાવી આપવામાં આવશે

જૂનાગઢના યુવાને હોમમેઇડ ઓક્સિજન ફ્લોમિટર બનાવ્યું છે અને જરૂરિયાતમંદ દર્દીને ફ્રિમાં બનાવી આપવાની તૈયારી પણ બતાવી છે. આ અંગે હોમમેઇડ ઓક્સિજન ફ્લોમિટર બનાવનાર મનોજભાઇ રાણીંગાએ જણાવ્યું હતું કે, હાલ કોરોના મહામારીના કારણે દર્દીના સગા વ્હાલાઓ ઓક્સિજનના બાટલા માટે આમથી તેમ ભટકી રહ્યા છે છત્તાં બાટલા મળતા નથી. મહામહેનતે અને નસીબજોગે બાટલા મળે તો ઓક્સિજન ફ્લોમિટર કયાંય મળતા નથી. પરીણામે દર્દીના સગા વ્હાલાની સ્થિતી દયનીય બની જાય છે. ક્યારે તો કાળાબજારમાંથી ખરીદવા પડે તેવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

ત્યારે મેં હોમમેઇડ ઓક્સિજન ફ્લોમિટર બનાવ્યું છે. હું પોતે કોરોના પોઝિટીવ હતો ત્યારે ઓક્સિજન ફ્લોમિટર માટે દર્દીઓને પડતી હાલાકી જોઇ ઓક્સિજન ફ્લોમિટર બનાવવાનો વિચાર કર્યો અને હવે ઓક્સિજન ફ્લોમિટર બનાવ્યું છું. ત્યારે જો કોઇને ઓક્સિજન ફ્લોમિટરની જરૂરિયાત હોય તો મારા 8780346366 નંબર સંપર્ક કરે તો ઇમરજન્સીમાં કોઇપણ ચાર્જ વિના ઓક્સિજન ફ્લોમિટર બનાવી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો