મુલાકાત:ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જૂનાગઢ જિલ્લાના ચાંપરડા સ્થિત શ્રી બ્રમ્હાનંદ વિદ્યાધામની મુલાકાત કરી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્સીંગ સ્ટાફ ક્વાર્ટર બીલ્ડીંગનું લોકાર્પણ, ચાંપરડા પોલીસ ચાકીનું ખાતમુહૂર્ત અને યજ્ઞમાં સહભાગી થયા

રાજય સરકાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં કેટલાક ફેરફાર કર્યા છે. જેને આપણે લવ જેહાદ તરીકે ઓળખીએ છીએ. જેનો હેતુ આપણી કુમળી માનસિકતા ધરાવતી યુવતિઓને બચાવવાનો હોવાનું જૂનાગઢ જીલ્‍લાના પ્રવાસે આવેલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું.

વઘુમાં મંત્રીએ જણાવેલ કે, આ કાયદો પસાર કરવાના મુળમાં કોઇ વિદ્યર્મી દ્વારા આપણી યુવતીઓને પોતાનુ નામ અટક બદલીને કે અન્ય રીતે સોશ્યલ મિડીયામાં પોતાના નામની ખોટી પોસ્ટ મૂકીને કુમળી માનસિકતા ધરાવતી યુવતીઓને ભોળવીને, કપટથી લલચાવી લગ્ન કરતા હતા. અને લગ્ન બાદ આ દીકરીઓનું ધર્મપરિવર્તન કરાવવાના કેટલાંય કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા હતા. જેથી રાજય સરકારે નકકી કર્યુ હતુ કે, દિકરી આપણા કાળજાનો કટકો છે અને આ દિકરીઓની જિદંગી બચાવવી એ આપણી ફરજ છે. એટલા માટે ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ - લવ જેહાદ પ્રબળ રાજકીય ઈચ્છા શકિતના આધાર પર લાવ્યા હતા. આજે નામદાર ગુજરાત હાઈકાર્ટે આ કાયદા સંબંધે કેટલાક સૂચનો કર્યા છે. તેનો અભ્યાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

રાજયના કાયદા અને ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમ્‍યાન બ્રમ્હાનંદ વિદ્યાધામ ચાંપરડાની મુલાકાત લીઘી હતી. સંસ્થાની મુલાકાત બાદ પટાંગણમાં વૃક્ષારોપણ, જય અંબે હોસ્પિટલ ખાતે નર્સીંગ સ્ટાફ ક્વાર્ટર બીલ્ડીંગનું લોકાર્પણ, ચાંપરડા પોલીસ ચોકીનું ગૃહમંત્રી જાડેજાના હસ્તે ખાતમુહુર્ત થયુ હતુ. આ સાથે જય અંબે હોસ્પીટલ ખાતે કોરોના વોરીયરનું કર્મીઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કર્યું હતું. બ્રમ્હાનંદ વિદ્યાધામ ખાતે યોજાયેલ યજ્ઞમાં ગૃહમંત્રી અને તેમના પત્ની સાથે સહભાગી થયા હતા. આ મુલાકાતમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પૂ.શેરનાથ બાપુ, પૂ.વિજય બાપુ, પૂ.વલકુબાપુ, રેંજ આઇજી મનીંદર પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટી સાથે રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ગૃહમંત્રીએ જણાવેલ કે, 19 મી સદી બાહુબળની હતી અને 20 મી સદી મૂડીની હતી. જ્યારે 21 મી સદી શિક્ષણની છે. જેની પાસે શિક્ષણ છે તે જગત પર રાજ કરશે. ત્યારે ચાંપરડા સ્થિત શ્રી બ્રમ્હાનંદ વિદ્યાધામમાં થતી શિક્ષણ, આરોગ્ય અને સેવાકીય પ્રવૃતિઓને બીરદાવી હતી. મુક્તાનંદબાપુ નોધારાના આધાર છે. તેમણે સમાજ જીવનની વ્યથાને સારી અવસ્થામાં પરિવર્તન કરવામાં જીવન વ્યતીત કર્યું છે. જયારે મુક્તાનંદબાપુએ આશીર્વચન પાઠવતા જણાવેલ કે, રાજ્ય સરકારના સંનીષ્ઠ પ્રયાસોથી લોકો સુખ શાંતીથી રહે છે. સામાન્ય નાગરિક સુરક્ષિત છે. આ તકે તેમણે કોરોનાકાળમાં સરકારની કામગીરી અને જૂનાગઢ ખાતે 75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે પોલીસ વિભાગની કામગીરી નોંધનીય છે. આ તકે જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને માયાભાઇ આહીરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

ગૃહમંત્રી જાડેજાએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્‍યુ

આજે સવારે રાજયના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જગવિખ્યાત સોમનાથ આવ્યા હતા. અહીં તેમને સોમનાથ મંદિરએ જઈ મહાદેવના દર્શન પૂજા અર્ચના કરી ગુજરાતની પ્રજાના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ગૃહ મંત્રીએ તેમના પત્ની સાથે સોમનાથ મહાદેવની મહાપુજા અભિષેક અને ધ્વજા પૂજા કરી ધન્યતા અનુભવી હતી.

પુજા વિધી બાદ સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્મૃતિચિન્હ અર્પણ કરી ગૃહત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. આ તકે ગૃહમંત્રી જાડેજાએ સ્થાનીક અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો વ્યવસ્થા સહિતના વિષયો અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ગૃહમંત્રી જાડેજાએ સાગરદર્શન ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. જ્યારે પુર્વ મંત્રી જશાભાઇ બારડ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પુર્વ બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, કે.સી.રાઠોડ સહિતનાએ પણ ગૃહમંત્રીને શાલ ઓઢાડી આવકાર્ય હતા. જ્યારે જૂનાગઢના રેન્જ આઇજી મનીન્દર સિંઘ પવાર, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીએ પણ વૃક્ષારોપણ કરી સહભાગી થયા હતા. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ગૃહમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...