ફરિયાદ:બેંકે સીઝ કરેલા મકાનમાંથી ઘરવખરી ચોરાઇ

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોન ન ભરાતાં બાંટવામાં એક રહેણાંક મકાનને જપ્ત કરાયું હતું
  • સિક્યોરિટી ગાર્ડની નિમણૂંક થાય એ પહેલાં જ ચોરી થઇ

બાંટવાના રાજપૂતવાસમાં એક રહેણાંક મકાનને બેંકે ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલના હુકમના આધારે સીલ કરાયું હતું. પણ બાદમાં ત્યાં સિક્યોરિટી ગાર્ડની નિમણૂંક થાય એ પહેલાંજ કોઇએ તેમાંથી ઘરવખરીની ચોરી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, બાંટવાના નરેન્દ્રભાઇ મગનલાલ રાવલના રાજપૂતવાસમાં આવેલા રહેણાંક મકાનને એસબીઆઇના ઓથોરાઇઝ્ડ ઓફિસર અને કોર્ટની રીકવરી શાખાના કમિશ્નર રામપ્રસાદ શ્રીકેશરલા દેવતવાલે તા. 28 સપ્ટે. 2021 ના રોજ ડેબ્ટ રીકવરી ટ્રીબ્યુનલના હુકમ મુજબ પોલીસ અને પંચની હાજરીમાં સીલ કર્યું હતું. એ વખતે બાંટવાનો એક શખ્સએ ઘરવખરીનો સામાન પોતાનો હોવાનું કહી તે લઇ જવા આવ્યો હતો. જોકે, તેને કોર્ટમાંથી હુકમ કઢાવીને મેળવવા જણાવાયું હતું.

દરમ્યાન તા. 1 ઓક્ટો.ના રોજ સવારે 10 વાગ્યે મકાનની દેખરેખ માટે સિક્યોરિટીના માણસો આવતાં મેઇન ગ્રીલ જ જોવા નહોતી મળી. આથી તેઓએ બેંક અધિકારીને જાણ કરતાં મકાનમાં ચેક કરતાં ઘરવખરી ચોરાયાનું માલુમ પડ્યું હતું. આથી બેંકના અધિકારી રામપ્રસાદે ચોરીની ફરિયાદ બાંટવા પોલીસમાં નોંધાવી છે. બનાવની તપાસ બાંટવાના પીએસઆઇ પી. એસ. ઝાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...