અબીલ, ગુલાલ, કેશુડા તેમજ કેસરના પાણીથી જ ધૂળેટી રમો:સિન્થેટિક કલરથી હોળી રમશો તો કાયમી હોળી રહેશે

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અબીલ, ગુલાલ, કેશુડા તેમજ કેસરના પાણીથી જ ધૂળેટી રમો

ધૂળેટીના તહેવારને લઈને નાના-મોટા તમામ લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. તમામ લોકો ધૂળેટીના પર્વને મન ભરીને માણવા માટે સજ્જ થઈ રહ્યા છે. જૂનાગઢની બજારોમાં જાત-જાતના અને ભાતભાતનાં કલરનું વેચાણ થઈ રહ્યું છે. પરંતું ધૂળેટીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવી જોઈએ. એ માટે પરંપરાગત ઓર્ગેનિક કલરનો જ ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને અબીલ, ગુલાલ, કેશુડા તેમજ કેસરના પાણીથી જ ધૂળેટી રમવી જોઈએ. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી લોકો સિન્થેટીક પાકા કલરથી ધૂળેટી ખેલી રહ્યા છે જે નુકસાન કરી શકે છે.

સિન્થેટીક કલરથી જો ધૂળેટી ખેલશો તો કાયમી માટે હોળી થઈ શકે છે. કારણ કે પાક્કા કલરથી ચહેરા, આંખ, માથાના વાળ, ચામડીને ભારે નુકસાન કરી શકે છે. આ માટે ઓર્ગેનિક કલરનોજ ઉપયોગ કરી ધૂળેટી રમવી જોઈએ. દરમિયાન સિન્થેટીક કલરના ઉપયોગથી થનાર નુકસાન અંગે જૂનાગઢના સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. પિયુષભાઇ બોરખતરીયાએ જણાવ્યું છે કે, હોળી રમતા પુર્વે ચામડી પર મોસ્ચ્યરાઝર લગાવવું જોઈએ. જેથી ચામડીને એલર્જી ન થાય, લાલશ આવી ન જાય. તમે તેલ પણ લગાવી શકો છો. વધારે સમય તડકામાં રહેવાથી કાળાશ આવી જાતી હોય સનસ્ક્રીન લગાવવું. નેચરલ પ્રાકૃતિક કલરનોજ ઉપયોગ કરવો.

કલરને કાઢવા માટે ચામડીને વધારે પડતી ઘસવી નહી. વધારે ઘસવાથી ચામડીમાં એલર્જી થશે. વાળને બાંધીને રાખવા જેથી તેમાં રંગ ઓછો જાય. વાળના મૂળમાં તેલ લગાવવું જેથી વાળ-માથામાં એલર્જી ન થાય. હોળી-ધૂળેટી રમ્યા બાદ માથું-વાળ શેમ્પુથી ધોય પછી વાળ વીંટાળીને ન રાખવા ખૂલ્લા રાખવા જેથી વાળ ચોટી ન જાય. ધૂળેટી રમ્યા બાદ 2 થી 3 વખત સ્નાન કરવું જેથી કલર નિકળી જાય . કેમીકલ વાળા કલરથી આંખ, કાંન, માથું, વાળ, નખને નુકસાન થાય છે.

12000 કિલો હર્બલ કલરનું વેચાણ
હર્બલ કલરમાં 6 થી 7 શોડ આવે છે. જેમાં પોપટી, બ્લુ, પીળો, લાલ, વાદળી, ઝાંબલી, ગુલાબી વગેરેનો સમાવેશ થાય છે. હોલસેલમાં આ કલર 10 રૂા. કિલો અને બજારમાં 15 થી 20 રૂા. કિલો વેચાય છે. શહેરમાં અદાજીત 12000 કિલો કરતા વધુ કલરથી વેચાણ થાય છે. આવા કલરથી રમ્યા બાદ પાણીની ડોલ નાંખો એટલે તુરત કલર જતો રહે છે.-મનોજભાઇ વાસવાણી, ગજાનન એન્ટરપ્રાઈઝ, દાણાપીઠ

1108 કિલો સામગ્રીની હોળી
જૂનાગઢના ગિરીરાજ સોસાયટીમાં સાર્વજનીક પ્લોટમાં 1108 કિલો સામગ્રી સાથે 108 શ્રીફળની હોળી કરવામાં આવે છે. આમાં જામનગર પાસેની ગૌશાળા માંથી ગાયના છાણમાંથી બનાવેલ 1000 કિલો સ્ટીક વપરાય છે. સાથે યજ્ઞમાં વપરાતી સામગ્રી જેવી કે કાળા અને સફેદ તલ 12 થી 13 જાતના ધૂપમળી 108 કિલો સામગ્રી વપરાય છે.

કપૂર, કમળ, કાકડી વગેરેનો ઉપયોગ થાય છે. આનાથી વાતાવરણ શેદ્ધ, સાત્વીક થાય છે. વાયરસ-જીવાણું હોયતો તે નાશ પામે છે. આ કામગીરીમાં મધુભાઇ પોપટ, ભૂપતભાઇ વાંક, કિરીટભાઇ ઠકરાર, કાકુભાઇ ગજ્જર, મનોજભાઇ ગઢીયા, કાંતીભાઇ મોદી સહિતનાનો સહયોગ મળે છે.

અન્ય સમાચારો પણ છે...