તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલીકા દહન:જૂનાગઢમાં આજે હોળી પ્રગટશે, પુષ્ટિ સંપ્રદાયમાં ડોલોત્સવ પણ આજે જ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંબાજી મંદિર, દાતાર, દામોદર કુંડમાં થશે હોલીકા દહન

આવતીકાલે હુતાશણીનો દિવસ છે. જૂનાગઢ શહેરમાં સૌપ્રથમ ગિરનાર પર અંબાજી મંદિરે હોળી પ્રગટ્યા બાદજ બીજે હોળી પ્રગટાવવાનો રિવાજ છે. આ સાથે ઉપલા દાતાર, દામોદર કુંડ ખાતે પણ હોલિકા દહન કરવામાં આવનાર છે. આ વર્ષે રંગ છાંટીને હોળી ઉજવવા પર પ્રતિબંધ હોવાથી લોકો માટે હુતાશણીનું આકર્ષણ ખાસ રહેશે.

આ વર્ષે કોવીડને લીધે રાજ્ય સરકારે ફક્ત હોલિકા દહનની છૂટ આપી છે. અને રંગ ઉડાડવાની મનાઇ ફરમાવી છે. ત્યારે મંદિરોમાં પણ ફક્ત ભગવાનના સ્વરૂપને અબીલ-ગુલાલ છાંટીને ઉજવણી કરાશે. આ સિવાય વૈષ્ણવ મંદિરોમાં રાળના દર્શન પણ થતા હોય છે.

પુષ્ટિમાર્ગમાં હુતાશણી બાદ ધૂળેટી નહીં પણ ડોલોત્સવની ઉજવણી કરાય છે. આ પર્વ નક્ષત્ર પ્રધાન હોવાથી આ વર્ષે હોળીના જ દિવસે એટલેકે, રવિવારે હોળી પ્રજ્જવલિત થાય એ પહેલાંજ ડોલોત્સવ ઉજવવામાં આવશે. આથી શ્રીનાથદ્વારામાં અને તમામ હવેલીઓમાં રવિવારેજ ડોલોત્સવ ઉજવાઇ જશે. જ્યારે અન્ય મંદિરો અને તીર્થસ્થાનોમાં સોમવારે ધૂળેટી ઉજવાશે.

દામોદર કુંડમાં રવિવારે સાંજે હોલિકા દહન
ગિરનાર રોડ પર આવેલા દામોદર કુંડ ખાતે આવતીકાલે તા. 28 માર્ચને રવિવારે સાંજે 6:45 વાગ્યે રાળ મનોરથ અને બાદમાં સાંજે 8:45 વાગ્યે હોલિકા દહન કરવામાં આવશે.

સૌથી ઉંચી હોળી ગાંધીગ્રામમાં
જૂનાગઢ શહેરમાં રવિવારે હોલિકા દહન થશે. શહેરમાં સૌથી મોટી અને ઉંચી હોળી ગાંધીગ્રામમાં પ્રગટે છે. જેમાં 50,000 છાણાનો ઉપયોગ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો