તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Holi Punam Somnath Temple Will Be Open For 16 Consecutive Hours From Morning To Evening, Devotees Will Have To Wear Masks And Perform Darshan While Walking

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી મહોત્સવ:હોળી-પુનમે સોમનાથ મંદિર સવારથી સાંજ 16 કલાક સળંગ ખુલ્‍લુ રહેશે, ભાવિકોએ માસ્‍ક પહેરી ચાલતા ચાલતા દર્શન કરવાના રહેશે

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથ મંદિર પરીસરમાં હોળી દર્શનનું આયોજન, ભીડ ન થાય તે માટે ખાસ વ્‍યવસ્‍થા ગોઠવાઇ

હોળી ધૂળેટી પર્વે જગવિખ્‍યાત સોમનાથ મંદિરે આવતા ભાવિકોએ ફરજિયાત માસ્‍ક પહેરવાની સાથે પાસ મેળવ્‍યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. આ સાથે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે. આ પર્વે ભાવિકો માટે સોમનાથ મંદિર સળંગ 16 કલાક ખુલ્‍લુ રહેશે. જેમાં ભાવિકોએ ચાલતા ચાલતા દર્શન કરીને બહાર નિકળવાનું રહેશે. મંદિર પરીસરમાં હોળી દર્શનનું આયોજન કરાયા છે. આ પર્વે મંદિર પરીસરમાં ભીડ એકત્ર ન થાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આ અંગે સોમનાથ મંદિર ટ્રસ્‍ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, હોળી - ધૂળેટી પર્વે બે દિવસ સોમનાથ મંદિર સવારે 6 થી રાત્રીના 10 વાગ્‍યા સુઘી સળંગ 16 કલાક ખુલ્‍લુ રહેશે. મંદિરમાં આવતા ભાવિકો માટે પાસ સિસ્ટમ છે. જે મુજબ ભાવિકોએ ઓફલાઇન પાસ મંદિર પરીસર પાસેના કાઉન્‍ટર પરથી મેળવી લેવાનો રહેશે અને ઓનલાઇન પાસ સોમનાથ ટ્રસ્‍ટની વેબસાઇટ પરથી મેળવી લેવાના રહેશે.

મંદિરમાં પ્રવેશ સમયે માસ્‍ક ફરજિયાત પહેરી રાખવાનું રહેશે. મંદિરમાં દર્શન અને આરતીમાં ભાવિકોએ ચાલતા ચાલતા દર્શન કરી બહાર નિકળવાનું રહેશે. મંદિર બહાર પરીસરમાં કયાંય બેસી શકાશે નહીં. મંદિરમાં પ્રવેશ અને દર્શન માટે ટ્રસ્‍ટ દ્રારા સરકારની સુચના મુજબ જાહેર કરેલા તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

વધુમાં હોળીના દિવસે પરીસર પાસે પથિકા આશ્રમની જગ્‍યા પર હોળી દર્શનનું આયોજન કરાયું છે. જયાં હોળી પ્રગટાવવામાં આવશે જેના દર્શન ભાવિકો કરી શકે તેવું આયોજન કરાયેલ છે. આ ઉપરાંત સોમનાથ મંદિરમાં પૂજા-આરતી નિત્‍યક્રમ મુજબ ચાલુ રહેશે. હોળી-ધૂળેટી પર્વે સોમનાથમાં ભીડ ન થાય તે માટે ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો