ચાદરવિધિ:તાલાલાના ભાલછેલ ગીર ગામ પાસે આવેલ હિરણેશ્વર મંદિર- ઉદાસીન આશ્રમના મહંત તરીકે ભગવતદાસ બાપુએ ગાદી સંભાળી

તાલાલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રભરમાંથી 300થી વધુ સંતો- મહંતોએ તિલક કરી ગાદી સોપી

ગીર સોમનાથના તાલાલા વિસ્તારના ભાલછેલ ગીર ગામે હિરણ નદીના પાવન તટ ઉપર વર્ષોથી બીરાજમાન હિરણેશ્વર મહાદેવ- ઉદાસીન આશ્રમના બ્રહ્મલીન મહંત આદિત્યદાસબાપુની ગાદી ઉપર મહંત ભગવતદાસ બીરાજમાન થયા છે. તેમન ચાદરવિધિ સંતો- મહંતો ની હાજરીમાં સંપન્ન થઈ છે.

આ પ્રસંગે શ્રી પંચાયતી અખાડા બડા ઉદાસીન નિર્માણ શ્રી સંત પંચ પરમેશ્વર બ્રહ્માણશીલના મહંત દર્ગાદાસજી મહામંડલેશ્વર સ્વામી હંસરાજ ઉદાસીન મહંત દ્વારકાદાસજી સહિત સૌરાષ્ટ્રભરમાંથી ભારત વર્ષ સાધુ સમાજ સંતોની ઉપસ્થિતિમાં ભાલછેલ ગીર ગામે મંદિરમાં ચાદરવિધિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હિરણેશ્વર મંદિરના મંહત પદે ભગવતદાસ બાપુને તિલક કરી બ્રહ્મલીન મહંતની ગાદી સોપવામા આવી હતી.

આ પ્રસંગે હરિદ્વાર તથા સૌરાષ્ટ્રના વિવિધ આશ્રમ-મંદિરોમાંથી 300 થી પણ વધુ સંતો મહંતો તથા ભાલછેલ ગીર ગામના સરપંચ તથા અગ્રણી વલ્લભભાઈ પરમાર સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને મંદિરના શ્રધ્ધાળુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં ચાદરવિધિ સંપન્ન થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...