તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમી એકતા:જૂનાગઢના કેશોદમાં હિન્દુ યુવાન કબર પરની તકતી બનાવે છે, તો મુસ્લિમ આધેડ ચલાવે છે અંતિમ રથ

જૂનાગઢ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડાબેથી વિનુભાઈ વિઠલાણી અને મુસાતાર મહંમદ સીડા - Divya Bhaskar
ડાબેથી વિનુભાઈ વિઠલાણી અને મુસાતાર મહંમદ સીડા
 • બંને વ્યકિતઓ પૂરું પાડી રહ્યા છે કોમી એક્તાનું ઉદાહરણ

કોરોના મહામારી સામે માનવજાત હાલ અસ્તિત્વ ટકાવી રાખવા માટે નાત-જાતના ભેદ વગર લડી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં બે વ્યકિતએ પોતાની કામગીરીથી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.કેશોદ શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજ માટે કોમી એકતાના ઉદાહરણ પૂરૂ પાડતાં બે વ્‍યકિતઓએ પોતાની ફરજ બજાવી ભાઇચારાની વાતને ખરાઅર્થમાં સાર્થક કરી રહ્યા છે. જેમાં હિન્‍દુ પેઇન્‍ટર યુવાન કબ્રસ્‍તાનમાં કબરપર મુકાતી તકતીનું પેઇન્‍ટીંગનું કામ કરી રહ્યો છે, તો મુસ્‍લિમ આધેડ મુકિતરથના સારથી તરીકે ફરજ બજાવી માનવતાનો દ્રષ્‍ટિકોણ પુરો પાડી રહ્યા છે.

મુસ્લિમ આધેડ 10 વર્ષથી મુક્તિરથના ડ્રાઈવર તરીકે બજાવે છે ફરજ
માનવ એકતાની પ્રતિતી કરાવતા અનેક દ્રષ્ટાંતો જોઇને એમ કહેવાનું મન થાય "હે માનવ શું કામ મથે છે આ મોહ માયામાં તારૂ જીવન સફર તો એક ઘર થી કબર-સ્‍મશાન સુધી છે" હાલના કપરા સમયમાં પણ કેશોદમાં બે લોકોનું કામ કોમી ભાઇચારાને નવો દ્રષ્‍ટિકોણ આપી રહ્યા છે. જેમાં એક મુસ્‍લિમ આઘેડ જનાબ મૂસાતાર મહંમદ સીડા છે. જેઓ શહેરમાં ચાલતા મુકિતરથના સારથી (ડ્રાઇવર) તરીકે છેલ્‍લા દસ વર્ષથી ફરજ બજાવે છે. દસ વર્ષથી કેશોદ હિન્‍દુ સ્‍મશાનમાં લોકોના મૃતદેહો પહોંચાડી રહ્યા છે.

હિન્દુ યુવાન તૈયાર કરે છે કબર પરની તક્તીઓ
કેશોદમાં રહેતા વિનુભાઈ મોતીલાલ વિઠલાણી નામનો યુવાન કબ્રસ્તાનમાં મર્રહૂમોની કબર પર રાખવામાં આવતી નામ-તિથિની તકતી બનાવવા(પેઇન્‍ટીંગ) કરવાનું કાર્ય કરે છે. તેના દ્રારા તૈયાર થતી તકતીઓ કાયમી યાદગીરી રૂપે કબ્ર ઉપર રાખવામાં આવે છે.

આમ કેશોદ શહેરમાં એક મુસ્‍લિમ આઘેડ હિન્દુ ધર્મના લોકોને અંતિમ ધામ સુઘી પહોચાડવાની સેવા કરી રહ્યા છે. જ્યારે એક હિન્‍દુ યુવાન મૂસ્લિમ લોકોની કબર પર કાયમી સંભારણા સમાન તકતી બનાવવાનું કામ કરી કોમી એકતા ભાઇચારની અનોખી મિશાલ પુરી પાડી રહ્યા છે. "હે માનવી તારી ઓળખ તારા કર્મોથી છે તો માનવી માનવીને કામ આવે એ જ સાચી માનવતા અને ધર્મ છે બાકી નામ તેનો નાસ છે જ બધા જ આ માટીમાં ભળીજવાના છે તો તારૂ મારૂ અને હિન્દુ મુસ્લિમ છોડ અને સાચો માનવ થઇને અંતિમ ધામ પહોંચ ત્યાં જ તારા માટે સ્વર્ગ અને જન્નત છે" આ પંક્તિને કેશોદના બંન્‍ને વ્યકિત ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો