યાત્રાધામમાં અંધારા:સોમનાથ બાયપાસ સર્કલથી લઈ અનેક સ્થળોએ હાઈમાસ્ટ ટાવર અને સ્ટ્રીટ લાઈટો બંધ, યાત્રિકો પરેશાન

વેરાવળ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમનાય બાયપાસ ચોકડીએ લાઇટો બંઘ હોવાના લીઘે પ્રવર્તેલ અંઘારા - Divya Bhaskar
સોમનાય બાયપાસ ચોકડીએ લાઇટો બંઘ હોવાના લીઘે પ્રવર્તેલ અંઘારા
  • રાત્રીના સમયે સોમનાથ થઇ પસાર થતા નાના-મોટા વાહન ચાલકો પણ પરેશાન છતાં તંત્ર નિંદ્રાઘીન અવસ્‍થામાં હોય તેવો તાલ
  • દેશના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં કેટલાક વિસ્તારમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાના કારણે સ્થાનિક લોકો અને યાત્રિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દેશના પ્રસિઘ્‍ઘ સોમનાથ મંદિરે પહોંચવાના શહેરના પ્રવેશદ્રાર સમા સોમનાથ બાયપાસ હાઇવે પર તથા ચોકડી પર હાઇમાસ્‍ટ ટાવર અને સ્‍ટ્રીટ લાઇટો ઘણા સમયથી બંઘ હાલતમાં છે. સોમનાથ આવતા પ્રવાસીઓ અને રાત્રીના સમયે સોમનાથ બાયપાસ હાઇવે પરથી પસાર થતા નાના-મોટા વાહનચાલકો પારાવાર મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં જવાબદાર નેશનલ હાઇવે ઓથોરિટીના તંત્રનું પેટનું પાણી હલતુ ન હોય તેમ આ સમસ્‍યાનો કાયમી ઉકેલ લાવી રહ્યું ન હોવાથી પ્રવાસીઓમાં રોષની લાગણી જન્‍મી છે.

સોમનાથ બાયપાસ હાઇવે અને ચોકડી પરની હાઈમાસ્‍ટ ટાવર અને સ્ટ્રીટ લાઈટો ઘણા દિવસોથી બંધ હોવાથી રાત્રીની સમયે યાત્રાઘામ સોમનાથ આવતા યાત્રિકો અને વાહનચાલકો ખૂબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોકડી અને હાઇવે પર પ્રવર્તેલ અંધારાના કારણે ઘણીવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાય રહ્યા છે. સોમનાથ બાયપાસ ચોકડીના સર્કલ ઉપર ચારેબાજુથી વાહનો આવન-જાવન કરતા હોવાને કારણે રાત્રીના કારણ ઘણા વાહનચાલકો ગોથે ચડી જાય છે. ઘણી વખત લોકો જે સ્‍થળે જવા માંગતા હોય તેના કરતા ઘણા આગળ નિકળી જાય છે જેના લીઘે પરત ફરવુ પડે છે. સોમનાથ બાયપાસ હાઇવે પરથી સાસણ ગીર, દિવ તરફ જઇ શકાતુ હોવાથી અંઘારાના કારણે લોકો રસ્‍તો ભુલી જઇ બીજા રસ્‍તે ચડી જતા હેરાન થાય છે. આ નેશનલ હાઇવે પરની હાઈમાસ્‍ટ ટાવર અને સ્ટ્રીટ લાઇટોની દેખરેખ અને જાળવણી રાખવાની જવાબદારી હાઇવે ઓથોરીટી અને તેના કોન્‍ટ્રાકટરની હોવા છતાં કયારેય નિયમિત નિરીક્ષણ થતુ ન હોવાનો સ્‍થાનીક લોકો જણાવી રહ્યા છે.

સોમનાય બાયપાસ ચોકડીએ બંઘ હાઇમાસ્‍ટ ટાવર
સોમનાય બાયપાસ ચોકડીએ બંઘ હાઇમાસ્‍ટ ટાવર

સૌરાષ્‍ટ્રમાં સૌથી વઘુ તોતીંગ ટોલટેક્ષ જેતપુર-સોમનાથ હાઇવે પરના ટોલબુથ દ્રારા વાહન ચાલકો પાસેથી ઉઘરાવવામાં આવે છે જેની સામે સુવિઘા આપવામાં હાઇવે ઓથોરીટી તંત્ર ઉણું ઉતરતુ હોવાનો અનુભવ સ્‍થાનિક લોકો અને પ્રવાસીઓ કરી રહ્યા છે. સોમનાથ પહોચવાના નેશનલ હાઇવે પર વારંવાર પ્રર્વતતા અંઘારા અંગે અનેકવાર લોકોએ રજૂઆતો કરી હોવા છતાં આ સમસ્‍યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર સંદતર નિષ્‍ફળ નિવડયુ હોય તેવો તાલ સર્જાયેલ જોવા મળે છે. આ હાઇવે પર હાઇવે ઓથો.ને જાણ ટોલ ઉઘરાવા પુરતો જ રસ હોય તેવો અનુભવ વાહનચાલકોને થઇ રહ્યો છે.

આ અંગે હાઇવે ઓથો.ના અઘિકારી રાજીવ મલ્‍હોત્રાએ જણાવેલ કે, ટેક્નિકલ કારણોસર હાઇમાસ્‍ટની લાઇટો અને સ્‍ટ્રીટલાઇટો ઘણી વખત બંઘ થઇ જાય છે. જેની જાણ થાય ત્‍યારે તુરંત જ ટેક્નિકલ ટીમ મોકલી ફોલ્‍ટ રીપેર કરી ચાલુ કરવામાં આવે છે. આ હાઇવે પરની હાઇમાસ્‍ટની લાઇટોનું અને સ્‍ટ્રીટલાઇટોનું વાયરીંગ જુનુ થઇ ગયુ હોવાથી વારંવાર ફોલ્‍ટ આવે છે. જેથી નવું વાયરીંગ અને લાઇટો ફીટ કરાવવા બાબતે ટેન્‍ડર પ્રક્રીયા ચાલી રહી હોય જે ટુંક સમયમાં પુર્ણ થયા પછી વારંવાર અંઘારા છવાતા હોવાની સમસ્‍યા દુર થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...